પંચમહાલની સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિ : 14 દુકાનના પરવાના કાયમી રદ્દ , 6 દુકાનના પરવાના ત્રણ માસ માટે રદ્દ

પંચમહાલ જિલ્લામાં આવેલા વિવિધ તાલુકાઓમાં સરકારી અનાજનો જથ્થો ગરીબ રેશન કાર્ડધારકોને ન આપીને બારોબાર સગેવગે કરીને કાળાબજાર કરતા સરકારી દુકાનના પરવાનેદારો સામે જિલ્લા પુરવઠા ટીમે લાલ આંખ કરી છે. જેમાં 14 જેટલા સરકારી સસ્તા અનાજની દુકાનના પરવાના કાયમી રદ્દ કરવામાં આવ્યા છે. જ્યારે 6 દુકાનના પરવાના ત્રણ માસ માટે રદ્દ કરીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.

પંચમહાલ જિલ્લામાં આવેલી વિવિધ સરકારી અનાજની દુકાનોના સંચાલકો રેશન કાર્ડધારકોને નિયમિત અને પૂરતું અનાજ આપે તે માટે જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણા દ્વારા સરકારી સસ્તા અનાજની દુકાનોના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાં આવેલા વિવિધ તાલુકાઓમાં સરકારી દુકાનના પરવાનેદારોએ સરકારી અનાજનો જથ્થો રેશન કાર્ડધારકોને ન આપીને પોતાના અંગત લાભ માટે બારોબાર સગેવગે (કાળાબજાર) કરીને વેચી માર્યો હતો.

15 નવેમ્બરે ગોધરા કાંડનું ‘સત્ય’ બહાર આવશે

આમ રેશન કાર્ડધારકોને મળવાપાત્ર જથ્થાથી વંચિત રાખીને જાહેર વિતરણ વ્યવસ્થાને પ્રતિકૂળ અસર પહોંચાડી હતી. જેને લઇને પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણા દ્વારા કુલ 14 જેટલી સરકારી સસ્તા અનાજની દુકાનના પરવાના કાયમી રદ્દ કરીને કુલ રૂ 28.58 લાખનો દંડ ફટકાર્યો હતો, જ્યારે 6 જેટલી સરકારી સસ્તા અનાજની દુકાનના પરવાના ત્રણ માસ માટે રદ્દ કરીને કુલ રૂ 4.03 લાખનો દંડ ફટકાર્યો હતો.

કાલોલ તાલુકાના 5, શહેરા તાલુકાના 4, મોરવા હડફ તાલુકાના 2, ગોધરા તાલુકાના 1, ઘોઘંબા તાલુકાના 1 અને જાંબુઘોડા તાલુકાના 1 મળીને કુલ 14 પરવાના કાયમી રદ્દ કરવામાં આવ્યા છે, જ્યારે ગોધરા શહેરના 3, ગોધરા ગ્રામ્યના 2 અને શહેરા તાલુકાના 1 મળીને કુલ 6 જેટલા સરકારી સસ્તા અનાજની દુકાનોના પરવાના ત્રણ માસ માટે રદ્દ કરવામાં આવ્યા છે.

પંચમહાલ જિલ્લામાં કાયમી રદૃ કરવામાં આવેલા પરવાનાની વિગતોમાં

કાલોલ- 05, શહેરા-04, મોરવા(હ)- 02, ગોધરા(ગ્રામ્ય)- 01, ઘોઘંબા- 01, જાંબુઘોડા- 01 કુલ- 14

  • મહેન્દ્ર બેલદાર (કાલોલ),
  • ડી.એમ. જશવાણી (વેજલપુર),
  • અલ્પેશ જોષી (કાલોલ),
  • પરમાર સતીષકુમાર છગનભાઈ (નાંદરખા, કાલોલ),
  • જે.આર.રાઠોડ (અંબાલા, કાલોલ),
  • આર.એલ.નાયકા (ખરેડીયા, શહેરા),
  • જીજ્ઞેશભાઈ કાન્તીભાઈ આહીર (ભેંસાલ, શહેરા),
  • એન.એસ.સોલંકી (વાંટાવછોડા, શહેરા),
  • પટેલીયા નટવરભાઈ ભારતભાઈ (ખરોલી, શહેરા),
  • અતુલકુમાર રમણભાઈ બારીઆ (ખેડાપા(ન.વ),
  • વાડોદર, મોરવા(હડફ),
  • અખમભાઇ સામતભાઇ પટેલ (નાટાપુર, મોરવા),
  • મુકેશભાઈ અર્જુનભાઈ પટેલ (મોરડુંગરા, ગોધરા),
  • અઝીઝ સાદીક વાવકુંડલીવાલા (પાદેડી)
  • વિક્રમભાઇ બારીઆ (ડુમા, જાંબુઘોડા)