અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો વચ્ચે ગ્લોબલ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. આજે એટલે કે 6 નવેમ્બરે સેન્સેક્સ 901 પોઈન્ટથી વધુની તેજી સાથે 80,378ની સપાટીએ બંધ થયો છે. નિફ્ટીમાં પણ 270 પોઈન્ટનો ઉછાળો સાથે 24,484ની સપાટીએ બંધ થયો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 24મા તેજી છે અને 6મા ઘટાડો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 39મા તેજી છે અને 11મા ઘટાડો છે. NSEના IT સેક્ટરમાં સૌથી વધુ 3.39%ની તેજી છે. આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં બમ્પર તેજીના પગલે રોકાણકારોની મૂડી 8 લાખ કરોડ વધી છે.
એશિયન બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે
- એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કેઈ 2.25%નો વધારો છે. જ્યારે કોરિયાનો કોસ્પી 0.013% અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.29%ની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે.
- 5 નવેમ્બરના રોજ, યુએસ ડાઓ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 1.02% વધીને 42,221 પર અને S&P 500 1.23% વધીને 5,782 પર બંધ થયો. નેસ્ડેક 1.43% વધીને 18,439 થયો.
- NSEના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FII)એ 5 નવેમ્બરે ₹2,569.41 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DIIs) એ ₹3,030.96 કરોડના શેર ખરીદ્યા હતા.
Swiggy અને ACME સોલર હોલ્ડિંગ્સનો IPO આજે ખુલશે
સ્વિગી લિમિટેડ અને ACME સોલર હોલ્ડિંગ્સ લિમિટેડનો ઈનિશિયલ પબ્લિક ઓફર એટલે કે IPO આજે ખુલશે. રોકાણકારો 8 નવેમ્બર સુધી બંને ઈશ્યુ માટે બિડ કરી શકશે. 13 નવેમ્બરે બંને કંપનીઓના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.
બજાર ગઈકાલે દિવસના નીચા સ્તરેથી 1,180 પોઈન્ટ સુધર્યું હતું
અગાઉ ગઈકાલે, 5 નવેમ્બરના રોજ, સેન્સેક્સ દિવસના 78,296ની નીચી સપાટીથી 1,180 પોઈન્ટ સુધર્યો હતો. દિવસના કારોબાર બાદ તે 694 પોઈન્ટના વધારા સાથે 79,476 પર બંધ થયો હતો.
નિફ્ટી પણ 23,842ની નીચી સપાટીથી 371 પોઈન્ટ સુધર્યો હતો. તે 217 પોઈન્ટની તેજી સાથે 24,213ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 21મા તેજી અને 9મા ઘટાડો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 39મા તેજી અને 11મા ઘટાડો હતો. NSEના મેટલ સેક્ટરમાં સૌથી વધુ 2.84%નો ઉછાળો રહ્યો હતો.