ગોધરા,
પંચમહાલ જીલ્લાની કાલોલ 127 વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારે એક જાહેર સભાને સંબોધી રહયા હતા. ત્યારે તેઓ દ્વારા તે જાહેર સભામાં ખુલ્લેઆમ બોગસ મતદાન કરવાનું જાહેરમાં કહી રહયા છીએ અને તેવું પણ કહેવામાં આવ્યું હતું કે, ઝાડુ વાળાને કહેજો ગુજરાતની બહેનોને બે હજાર મફત આપવાનું કહયું તો દિલ્લી અને પંજાબને કેમ ના આપીયુ આ લોકો ઉલ્લુ ઉલ્લુ બનાવવા આવ્યા છે. ચાઠા ચાઠી બોર ખાન પાટલાની પિકપો આવશે, જે ગામની હોય તેને કહીદો અમારા આગેવાન પાસેથી 1500 રૂપિયા ભાડું લઈલે કોઈએ ખોટા પૈસા ખર્ચવાના નથી. બોગસ વોટિંગ કરજો જે કરવાનું થાય તે કરજો અને એવું પણ કહેવામાં આવ્યું છે કે ઝાડુ વાળા અને કોંગ્રેસીઓને બાંધી દો અને એવું પણ કહયુ હતું કે દિલ્લી અને પંજાબમાં કેજરીવાલની સરકાર છે અને ત્યાં મહિલાઓને કાઈ આપીયું નથી અને ગુજરાતની મહિલાઓને મફત આપવાની વાત કરે છે. જેનો વિડયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થઈ રહયો છે. ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારે ચૂંટણી અધિકારી સમક્ષ લેખિત ફરિયાદમાં જણાવ્યા મુજબ ભાજપના ઉમેદવારે જાહેર સભામાં પોતાના ભાષણમાં બોગસ મતદાન કરજો જે કરવાનું થાય તે કરજો તેવો વિડિઓ વાઇરલ થયો છે. ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા ચૂંટણી અધિકારીને લેખીતમાં ફરિયાદ કરીને જણાવ્યું હતું કે, બોગ્સ મતદાન રોકવા માટે તથા મતદારો દબાણ વગર મતદાન કરવા માટે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને વધુમાં ચૂંટણી આચાર સહિતાનો ભંગ કરવામાં આવી રહયો છે. જેથી આચાર સહિતાનો ભંગ કરવા બદલ તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. જેથી લોકશાહીનું ગળું દબાવવાનું કોશિષ થઈ રહી છે. ત્યારે હવે જોવું રહયુ કે, ચૂંટણી અધિકારી દ્વારા ક્યાં પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે જોવું રહયું અને કાલોલ વિધાનસભા બેઠકના તમામ વોટરોને લોકશાહીની ઢબે વોટીંગ કરવા મળશે કે પછી આવા દબંગાઈઓની દબાણમાં આવવું પડશે તે જોવું રહયું.