ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાં આવેલી દ્વારકા નગર સોસાયટી ખાતે ગત 29/9/24 ના રોજ વહેલી પરોઢે એક કાળા કલરની નંબર પ્લેટ વગરની ગાડીમાં સવાર ચાર લોકોએ સોસાયટીમાં પ્રવેશ કરી એક ગાયને ક્રૂરતા પૂર્વક કારમાં લઈ જવાનો ગૌ તસ્કરીનો વીડિયો CCTVમાં કેદ થયો હતો. જોકે આજુબાજુના સ્થાનિક રહીશોએ બૂમાબૂમ કરવા છતાં પણ ગૌ તસ્કરી કરવા આવેલા ઈસમો કોઈપણ જાતનો ડર રાખ્યા વગર બિન્દાસ પણે ગાયને પકડી અને કારમાં લઈને ફરાર થઈ ગયા હતા. જે સમગ્ર ઘટનાની ગોધરાની ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં પશુ ચોરીના વીડિયો વાયરલ થયો હતો. જે ગુનામાં નાસતા ફરતા આરોપીને ગોધરા બી-ડિવિઝન પોલીસ મથકના એ.બી.ચૌધરીને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ગોધરા એ-ડિવિઝન પોલીસ મથકના પશુ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી ઇસ્માઈલ મસ્જિદની સામે માસુમ ગ્રાઉન્ડ પાસે પોતાના ઘરે આવ્યો છે. જેથી બાતમીના આધારે બી-ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એ.બી.ચૌધરીએ પોતાની ડી સ્ટાફ ટીમને ગોધરાની બાતમી વાળી જગ્યાએ મોકલ્યા હતા. જે બાતમી વાળી જગ્યાએથી આરોપી મુનાવર યુસુફ મીઠાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે એ-ડિવિઝન પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો હતો.
પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી તથા પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવા આપેલી સૂચના નાયબ પોલીસ અધિક્ષક એન.વી.પટેલ અને ગોધરા બી-ડિવીઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.ચૌધરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જે સૂચનાના આધારે આજરોજ ડિસ્ટાફ એ.એસ.આઇ. અરવિંદભાઇ સડીયાભાઇ ચોક્કસ બાતમી વાળી જગ્યાએ રેડ દરમિયાન ગોધરા શહેર એ-ડિવિઝન ગુનામાં નાસતો ફરતો આરોપી મુનાવર યુસુફ મીઠા ઉર્ફે મુન્નો ઉર્ફે કોહલી રહે.ઇસ્માઇલ મસ્જીદની સામે માસુમ ગ્રાઉન્ડ પાસે ગોધરાનો હાલ પોતાના ઘરે આવ્યા હોવાની બાતમી આધારે ડિસ્ટાફના પોલીસ માણસો બાતમીવાળી જગ્યાએ જઇ કોર્ડન કરી મુનાવર યુસુફ મીઠા ઉર્ફે મુન્નો ઉર્ફે કોહલીની અટકાયત કરી હતી. અને વધુ તપાસ માટે એ ડિવિઝન પોલીસ મથકને સોંપવામાં આવી હતી.