ગોધરા ,
જિલ્લામાં લોકશાહીના સૌથી મોટા અવસર એવા ગુજરાત વિધાનસભા સામાન્ય ચુંટણી-2022 માટે પંચમહાલ જિલ્લામાં સમાવિષ્ટ 124-શહેરા વિધાનસભા મતવિભાગમાં કુલ-293 મતદાન મથકો આવેલા છે. 125-મોરવા હડફ (અ.જ.જા) વિધાનસભા મતવિભાગમાં કુલ-255 મતદાન મથકો આવેલ છે. 126-ગોધરા વિધાનસભા મતવિભાગમાં કુલ-293 મતદાન મથકો આવેલા છે. 127-કાલોલ વિધાનસભા મતવિભાગમાં કુલ-316 મતદાન મથકો આવેલા છે.તથા 128-હાલોલ વિધાનસભા મતવિભાગમાં કુલ-347 મતદાન મથકો આવેલા છે. આમ જિલ્લામાં કુલ-1510 મતદાન મથકો આવેલ છે. જે મતદાન મથકો પૈકી…
ચૂંટણી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી સુનિશ્વિત કરવા અને જેન્ડર ઇક્વાલીટીને પ્રોત્સાહન આપવા માટે દરેક વિધાનસભા મતવિસ્તાર દીઠ 7(સાત) સખી મતદાન મથકો (આમ જિલ્લામાં કુલ 35- સખી મતદાન મથકો) તૈયાર કરવામાં આવેલ છે. આ તમામ મતદાન મથકોમાં પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર, સિક્યુરીટી સ્ટાફ, સહીતનો તમામ સ્ટાફ મહિલાઓ સંચાલિત કરશે.
જિલ્લાના દરેક વિધાનસભા મતવિસ્તાર દીઠ 1-મોડેલ મતદાન મથક (આમ જિલ્લામાં કુલ-5 મોડેલ મતદાન મથકો) તૈયાર કરવામાં આવ્યા છે. જે મતદાન મથકોને વિવિધ રંગોળીથી તેમજ જુદા-જુદા રંગોથી સુશોભિત કરવામાં આવશે. તેમજ શેડ સાથેનો વેઇટીંગ રૂમ, બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા તેમજ પ્રવેશ તથા બહાર નિકળવા માટે અલગ-અલગ દ્વાર રાખવામાં આવશે. તથા સાઇન બોર્ડ તેમજ પાર્કીંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
પંચમહાલ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયામાં દિવ્યાંગજનોની ભાગીદારી સુનિશ્વિત કરવા દરેક વિધાનસભા મતવિસ્તાર દીઠ 1-દિવ્યાંગજનો સઉંઈંઘંચાલિત મતદાન મથક, (આમ, જિલ્લામાં કુલ-5 દિવ્યાંગજનો સંચાલિત મતદાન મથકો) તૈયાર કરવામાં આવેલ છે. જે મતદાન મથકો પર તમામ સ્ટાફ જેવા કે, પ્રિસાઇડીંગ ઓફિસર,પોલીંગ ઓફિસર,તથા અન્ય સ્ટાફ તરીકે દિવ્યાંગ અધિકારી/કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવેલ છે.
વન સંરક્ષણ અને પર્યાવરણની સુરક્ષાની જાળવણી માટે જિલ્લામાં વિધાનસભા મતવિસ્તાર દિઠ-1 ગ્રીન (Eco friendly) મતદાન મથકો, આમ જિલ્લામાં કુલ-5 ગ્રીન (Eco friendly) મતદાન મથક તૈયાર કરવામાં આવેલ છે. જેમાં કોઇપણ પ્રકારના પ્રતિબંધિત પ્લાસ્ટીક મટીરીયલ્સનો ઉપયોગ કરવામાં આવશે નહી.
ચૂંટણી પ્રક્રિયામાં યુવાઓની સક્રિય ભાગીદારી સુનિશ્વિત કરવા માટે પંચમહાલ જિલ્લામાં સમાવિષ્ટ 127-કાલોલ વિધાનસભા મતવિભાગમાં 1-યુવા મતદાન મથક તૈયાર કરવામાં આવેલ છે. જેમાં સમાવિષ્ટ તમામ સ્ટાફ જેવા કે, પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર, તથા અન્ય સ્ટાફ 25-30 વર્ષની વય ધરાવતા યુવાઓ હશે.
વિશેષમાં પંચમહાલ જિલ્લામાં દિવ્યાંગ મતદારો માટે મતદાન મથક ખાતે વ્હીલચેર, મતદાન પ્રક્રિયા બાબતે કોઇ દિવ્યાંગ મતદારને મુશ્કેલી પડે તો તે માટે મતદાન મથક ખાતેથી વિડીયો કોલીંગના માધ્યમથી સાઇન લેગ્વેજના નિષ્ણાંત દ્વારા તેઓને સમજ કરવામાં આવશે. તેમજ દિવ્યાંગ મતદારોને સહાયકની સેવાઓ પુરી પાડવામાં આવશે. જિલ્લામાં તમામ મતદાન મથકો પર રેમ્પ, પીવાનું શુદ્ધ પાણી, ટોયલેટ, સાઇન બોર્ડ વગેરેની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
તો, આવો આપણે સૌ આ લોકશાહીના આ અવસરમાં તા.05/12/2022 (સોમવાર)ના રોજ મતદાનના દિવસે પોતાનો અમૂલ્ય ફાળો આપી, મતદાન અવશ્ય કરીએ અને લોક્શાહીના આ અવસરને સૌ સાથે મળી વધુ સફળ બનાવીએ તેમ જિલ્લા ચૂંટણી અધિકારી પંચમહાલ સુજલ મયાત્રા મતદારો જોગ સંદેશો પાઠવે છે.
” મારો મત એ મારૂં ભવિષ્ય-એક મતની તાકાત
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પંચમહાલ”