સંજેલી,
સંજેલી તાલુકા મથકે આવેલી ખેડુત મંડળી સેન્ટર ઉપર ખેડુતોની ખાતર માટે ભીડ જોવા મળી હતી. સંજેલીમાં અન્ય પ્રાઈવેટ એગ્રો સેન્ટર ઉપર જાણ ખાતર જ ના મળતુ હોય તેમજ એગ્રો સેન્ટર ઉપરથી ખાતર વિતરણ ન થતાં સંજેલી ખાતે આવેલી મંડળી ઉપર વહેલી સવારથી જ ખેડુતોની ભીડ જામી હતી. મોડી રાત સુધી ખાતરનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ. સંજેલી મંડળી પરથી 400 જેટલા ખેડુતોએ સાંજના સાત વાગ્યા સુધીમાં લાઈનમાં ઉભા રહી અને 500 જેટલી ખાતરની બેગ ઉપાડી હતી. શિયાળુ પાકની ખેતીની સીઝન છતાં પણ કેટલાક એગ્રો સેન્ટરના સંચાલકો દ્વારા ઉંચો ભાવ તેમજ મન મરજીથી ભાવથી વહેંચણી કરવા માટે અછત ઉભી કરતા હોય તેમ પણ ખેડુતોમાં ચર્ચાઈ રહ્યુ છે. ત્યારે ખેતીવાડી અધિકારી દ્વારા આવા એગ્રો સેન્ટર ઉપર યોગ્ય તપાસ કરે અને ખેડુતોને પુરતા પ્રમાણમાં ખાતર મળી રહે તેમજ સમયસર ખાતર મળી રહે તેવી વ્યવસ્થા કરે તેવી માંગ છે.