દાહોદમાં સરકારી જમીન ખાનગી તરીકે દર્શાવી દુકાનો અને ગોડાઉનોનું બાંધકામ કરી વેચાણ કરવા મુદ્દે હાઈકોર્ટે કાયદાકીય રીતે તપાસ કરવાનો હુકમ કર્યો

દાહોદ મામલતદાર દ્વારા રે. સર્વે. નં. 10003 ની સરકારી પડતર જમીનમાં મુફતદલ એન્કલેવના નામે ઉભા કરાયેલા સામ્રાજ્યમાં દુકાનો અને ગોડાઉનનો ના ખરીદ કરનારા વ્યાપારીઓને સરકારી પડતર જમીનમાં ઊભા કરવામાં આવેલા દબાણો દિન-7 માં દૂર કરવાની નોટિસ ફટકારી હતી. આ પ્રકરણમાં દાહોદ શહેરમાં આજ રોજ ગુજરાત હાઈકોર્ટના વકીલ ઉત્કર્ષ દવે દ્વારા દાહોદ શહેરમાં એક પ્રેસ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓના જણાવ્યાં અનુસાર, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત હાઈકોર્ટ દ્વારા હંગામી ધોરણે રાહત આપેલ છે તેમજ આ મામલે કોઈ ઉતાવળ કરવામાં નહીં આવે, તેમ જણાવ્યું હતું. આ મામલે કોર્ટનો સ્ટેટ લાગી જતાં અહીંના વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો.

ગુજરાત હાઈકોર્ટના વકીલ ઉત્કર્ષ દવે દ્વારા જણાવ્યાં અનુસાર, નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર દાહોદના ઘણા વેપારીઓ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં બે સ્પેશીયલ સીવીલ અરજીઓ કોર્ટમાં કરવામાં આવી હતી જે કેસ સંદર્ભે નામદાર કોર્ટ દ્વારા આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ મામલે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે, કોઈ વસ્તુમાં સરકાર દ્વારા ઉતાવળ કરવામાં નહીં આવે, પક્ષકારો સમય માંગશે તકે સમય મર્યાદામાં તેઓને સમય આપવામાં આવશે. જેમાં આધાર, પુરાવાઓ વગેરે તમામ વસ્તુઓ જોયા પછી ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે. હાલના તબક્કે આ મામલે સ્ટે આપવામાં આવ્યો છે. નોટિસો સ્થગીત કરવામાં આવી છે. પક્ષકારોને સમય માંગવાની વાત કહેવામાં આવી છે. પુનઃ તમામ પુરાવાઓને લઈને મામલતદાર સમક્ષ જઈને ત્યારબાદ કાયદાકીય રીતે આગળ વધવાનું જણાવાયું છે. મહત્વની વાત એ છે કે, ગુજરાત નામદાર કોર્ટ દ્વારા દાહોદ મામલતદારને નિર્દેશ કરવામાં આવ્યો છે કે, આ મામલે પક્ષકારોના આધાર, પુરાવાઓને તેમજ રજુઆતોને જોઈને સ્ટ્રીક્લી મામલતદારને નિર્દેશ આપવામાં આવ્યો છે.