હાલોલ ટીંબી ત્રણ રસ્તા પાસેથી પોલીસ પીકઅપ બોલેરો માંથી 4.44 લાખના દારૂ સાથે ઈસમને ઝડપ્યો

હાલોલ,
હાલોલ રૂરલ પોલીસ તથા બીજા પોલીસ સ્ટાફના કર્મીઓ ટીંબી ત્રણ રસ્તા પાસે વાહન ચેકીંંગમાં હોય તે દરમિયાન બોલેરો પીકઅપ વાહનના ચાલક પોલીસને દેખી વાહન ભગાવતા પોલીસ પીછો કર્યો હતો. પોલીસે ઝડપી પાડી 4.44 લાખનો ઈંગ્લીશ દારૂ અને વાહન, મોબાઈલ ફોન, રોકડ મળી કુલ 7,49,200/-રૂપીયાના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ ટીંબી પાસે ત્રણ રસ્તા પાસે રૂરલ પોલીસ અને બીજા પોલીસ કર્મીઓ વાહન ચેકીંગમાં હતા. દરમિયાન બોલેરો પીકઅપ વાહનનો ચાલક દુરથી પોલીસ દેખીને વાહન ભગાડી મુકયું હતું. પોલીસે વાહનનો પીછો કર્યો હતો અને બોલેરો પીકઅપ નંબર એમપી.69.જી.1168ને ઝડપી પાડી હતી. પીકઅપ ગાડીના ચેકીંગ દરમિયાન ગોવા સ્પીરીટ વ્હીસ્કી પ્લાસ્ટીક બોટલ નંગ-468 કિંમત 2,34,000/-રૂા., મેકડોલ 6000 બીયર નંગ-600 કિંમત 60,000/-રૂપીયા, ગોવા સ્પીરીટ વ્હીસ્કી પ્લાસ્ટીક કવાટરીયા નંગ-1500 કિંમત 1,50,000/-રૂા. મળી 4.44 લાખનો ઈંગ્લીશ દારૂ અને મોબાઈલ ફોન નંગ-ર, રોકડ 1200/-રૂા., બોલેરો પીકઅપ મળી કુલ 7,49,300/-રૂપીયાના મુદ્દામાલ સાથે આરોપી મદન અંતરસીંગ મંડલોઈ (રહે. રાડત કોટવાલ ફળીયા, અલીરાજપુર,એમ.પી.)ને ઝડપી પાડવામાં આવ્યો.