દાહોદ,
દાહોદ નજીક ટ્રેનમાંથી મુંબઈની મહિલા મુસાફર નીંદર માણી રહી હતી તે સમયે અજાણ્યા તસ્કરે રોકડ રકમ અને મોબાઈલ મળી રૂ.56 હજારના મુદ્દામાલની બેગની ચોરી કરી ફરાર થઈ જતાં આ મામલે રેલ્વે પોલીસ દ્વારા ફરિયાદ નોંધાઈ છે.
મહારાષ્ટ્રના મુંબઈના શિવાજી નગર ખાતે રહેતા હલીમ એજાજ અંસારી રાજસ્થાનના અજમેરથી પરત મુંબઈ જવા માટે રીઝર્વેશન ટિકીટ મારફતે અજમેર-બાંદ્રાના કોચ નં-એસ/3 સીટ નં.-60,61,62 ઉપર પરિવારના ત્રણ લોકો સાથતે મુસાફરી કરી રહ્યા હતા તે સમયે રસ્તામાં દાહોદ તેમજ વડોદરાની વચ્ચે તેમનુ લેડીઝ પર્સ ગાયબ થઈ જતા ભારે શોધખોળ બાદ પણ જોવા નહિ મળતા લેડીઝ પર્સમાં મુકેલા ચાર મોબાઈલ અને રૂ.5000 રોકડા અજાણ્યા તસ્કરો દ્વારા કુલ 56 હજારના રૂપિયાનો મુદ્દામાલની ચોરી કરી લઈ જતા મહિલા દ્વારા દાહોદના રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળ વધુ કાર્યવાહી હાથ ધરી છે.