દાહોદ મામલતદાર દ્વારા રે.સર્વે નં. ૧૦૦૩ ની સરકારી પડતર જમીનમાં ઉભા કરાયેલા ગેરકાયદે બાંધકામો દૂર કરવાની નોટિસો ફટકારતા વ્યાપારીઓના ભવિષ્યો અધ્ધરતાલ !

  • જેલવાસ ભોગવતા ભુ-માફીયા બિલ્ડર હારુન પટેલના ગોરખધંધાઓમાં ફસાઈ ગયેલાએ
  • સરકારી પડતર જમીન ને ગાયબ કરી દેનારા આ બાંધકામો સામે સ્થાનિક વહીવટી તંત્ર ત્યારે ગાયબ કેમ હતું ?

દાહોદ મામલતદાર દ્વારા દાહોદ (કસ્બા) ના રેવન્યુ સર્વે નંબર ૧૦૦૩ ની સરકારી પડતર જમીન ને પચાવી પાડીને રે. સર્વે નં. ૩૭૬ ને નકલી બિન ખેતી  જમીન ના ક્ષેત્રફળ માં વધારો કરીને મુફદલ એન્કલેવ ની સ્કીમ ના નામે જેલવાસ ભોગવી રહેલા ભુમાફીયા હારુન પટેલ પાસેથી દુકાનો અને ગોડાઉન ની મિલકતોના વેચાણ દસ્તાવેજો કરનારા મિલકત ધારકોને જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ ની કલમ ૬૧ હેઠળ સરકારી જમીનના અન અધિકૃત દબાણોને દૂર કરવાની નોટિસો ફટકારવામાં આવતા શહેરભરમાં ભુમાફીયા બિલ્ડરોના આ ચોકાવનારા કરતુકો નો મામલો ચર્ચાઓના કેન્દ્રસ્થાને ગોઠવાયો છે. એટલા માટે કે નકલી બિન ખેતીના હુકમના આધારે સરકારી પડતર જમીન પચાવી પાડીને દુકાનો અને ગોડાઉનો બાંધ્યા બાદ વ્યાપારીઓ સાથે કરોડો રૂપિયાના સોદાઓની છેતરપિંડી કરનાર ભુમાફીયા હારુન પટેલ સબ જેલના હવાલે છે જ્યારે કુતુબુદ્દીન રાવત પોલીસ તંત્રની ધરપકડ ના ભયથી યુ.એ.ઈ ના શારજહાં મા છુપાયેલો છે. આવા સંજોગોમાં વિશ્વાસઘાત નો ભોગ બનેલા ૧૫૦ ઉપરાંત વ્યાપારીઓ અને તેઓના પરિવારજનોની ઊંઘ હરામ થઈ જવા પામી છે..

દાહોદ ના ગરબાડા ચોકડી ઉપર આવેલ મુફદલ એકન્કલેવ ની  મોટાભાગનું સામ્રાજ્ય સરકારી પડતર જમીન ને પચાવી પાડીને ઊભૂ કરવામાં આવ્યો હોવાનું મહેસુલી તંત્રની તપાસોમાં બહાર આવતા ભારે હડંકપ પ્રસરી જવા પામ્યો છે જોકે ભુમાફીયા  હારુન પટેલે સરકારી પડતર જમીન પચાવી પાડીને મુફદલ એન્કલેવ ના ઉભા કરેલા કરોડો રૂપિયાના ગેરકાયદે સામ્રાજ્ય સામે જે તે સમયના દાહોદ કસ્બા ના તલાટી કમ મંત્રી અને સર્કલ ઓફિસર ની જવાબદારીઓ કેમ બેધ્યાન હતી.? સાથો સાથ દાહોદ સીટી સર્વે કચેરીના સત્તાધીશો એ બિન ખેતી ના હુકમની અને ૩૭૬ સર્વે નંબરના અસલી અને નકલી ક્ષેત્રફળ નો વહીવટી ચકાસણીઓ નો અભ્યાસ કર્યા વગર પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરવાના ભુમાફીયા બિલ્ડરોના પ્રભાવોને આભારવસ દેખાડતા આ વહીવટો ના પાપે આજે સેકડો મિલકત ધારકોને રસ્તે રઝળવાના ભયમાં ભેરવાઈ ગયા છે ત્યારે કસૂરવાર વહીવટી સત્તાધીશો સામે પણ કાયદેસર કાર્યવાહીઓ હાથ ધરવામાં આવે એમ શહેરીજનો અને છેતરાયેલા મિલકત ધારકો ની પ્રબળ માંગ છે..