દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકામા રતનમહાલ રીંછ અભ્યારણ આવેલૂ છે, જેના કારણે દેવગઢ બારીઆ વિસ્તારના જંગલોમા પણ રીંછની અવર જવર જોવા મળે છે, ત્યારે દેવગઢ બારીઆના ઘડાડુંગર ગામે ભુવાલ થી દુધીયા તરફ જતા હાઈવે રોડ પર રસ્તો ઓળંગતી વખતે રીંછ અજાણ્યા વાહનની અડફેટે આવી જતા ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. રોડ ઉપર રીંછનો મૃતદેહ જોતા સ્થાનિકોએ દેવગઢ બારીઆ વનવિભાગના અધિકારીઓને જાણ કરતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવીને રીંછના મૃતદેહનો કબ્જો લઈને વધુ તપાસ હાથ ધરી હતી.
ધાનપુર તાલુકામા આવેલૂ રતનમહાલ રીંછ અભ્યારણ દેવગઢ બારીઆ તાલુકાને અડીને આવેલુ છે, જેના કારણે દેવગઢ બારીઆ વિસ્તારમા રીંછ ખોરાકની શોધમા જંગલ વિસ્તાર મારફતે દેવગઢ બારીઆ વિસ્તારમા આવતા હોય છે, ત્યારે વન વિભાગ દ્વારા રીંછની અવર જવર વાળા વિસ્તારોની ઓળખ કરીને તે વિસ્તારમા વાહન ચાલકોને માટે સૂચનાના બોર્ડ રોડ ઉપર લગાવવામા આવે તો વન્ય પ્રાણીઓને અકસ્માતથી બચાવવામા મદદરૂપ થઈ શકે છે.