ભાજપના ઉમેદવારનો જાહેર સભામાં બોગસ મતદાન કરજો તેવુ કેહતા વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ…

પંચમહાલ જીલ્લા ની કાલોલ ૧૨૭ વિધાનસભા બેઠક ના ભાજપના ઉમેદવારે એક જાહેર સભાને સંબોધી રહયા હતા ત્યારે તેઓ દ્વારા તે જાહેર સભામાં ખુલ્લેઆમ બોગસ મતદાન કરવાનું જાહેરમાં કહી રહયા છીએ અને તેવું પણ કહેવામાં આવ્યુ હતુ કે ઝાડુ વાળા ને કહેજો ગુજરાત ની બહેનો ને બે હજાર મફત આપવાનું કહયું તો દિલ્લી અને પંજાબ ને કેમ ના આપીયુ આ લોકો ઉલ્લુ ઉલ્લુ બનાવવા આવિયા છે ચાઠા ચાઠી બોર ખાન પાટલા ની પિકપો આવશે જે ગામની હોય તેને કહીદો અમારા આગેવાન પાસેથી ૧૫૦૦ રૂપિયા ભાડું લયલે કોઈએ ખોટા પૈસા ખર્ચવાના નથી બોગસ વોટિંગ કરજો જે કરવાનું થાય તે કરજો અને એવું પણ કહેવામાં આવ્યું છે કે ઝાડુ વાળા અને કોંગ્રેસ ઓને બાંધી દો અને એવું પણ કહયુ હતું કે દિલ્લી અને પંજાબ માં કેજરીવાલ ની સરકાર છે અને ત્યાં મહિલા ઓને કાઈ આપીયુ નથી અને ગુજરાત ની મહિલા ઓને મફત આપવાની વાત કરે છે જેનો વિડયો સોશિયલ મીડિયા માં પણ ખૂબ વાયરલ થય રહયો છે.

ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારે ચૂંટણી અધિકારી સમક્ષ લેખિત ફરિયાદ માં જણાવ્યા મુજબ ભાજપના ઉમેદવારે જાહેર સભામાં પોતાના ભાષણમાં બોગ્સ મતદાન કરજો જે કરવાનું થાય તે કરજો તેવો વિડિઓ વાઇરલ થયો છે ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા ચૂંટણી અધિકારી ને લેખીત માં ફરિયાદ કરીને જણાવ્યું હતું કે બોગ્સ મતદાન રોકવા માટે તથા મતદારો દબાણ વગર મતદાન કરવા માટે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને વધુમાં ચૂંટણી આચાર સહિતાનો ભંગ કરવામાં આવી રહયો છે જેથી આચાર સહિતાનો ભંગ કરવા બદલ તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી જેથી લોક શાહીનું ગળું દબાવવાનું કોશિશ થય રહી છે ત્યારે હવે જોવું રહયુ કે ચૂંટણી અધિકારી દ્વારા ક્યાં પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે જોવું રહયુ અને કાલોલ વિધાનસભા બેઠક ના તમામ વોટરો ને લોકશાહી ની ઢબે વોટીંગ કરવા મળશે કે પછી આવા દબંગાય ઓની દબાણ માં આવવું પડશે તે જોવું રહયુ