સરકારી મેડિકલ કોલેજની હોસ્પિ.ના તબીબી પ્રોફેસરના માસિક વેતનમાં 30 થી 55%નો વધારો

રાજ્ય સરકારીની મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલમાં 11 માસના કરાર આધારિત ફરજ બજાવતા તબીબી શિક્ષકોના માસિક વેતનમાં 30થી 55% સુધીનો સરકારે વધારો કર્યો છે. આ નિર્ણય આજરોજથી (9 ઓક્ટોબર) લાગુ થશે. ખાનગી પ્રેક્ટિસ સિવાયના વર્ગ-1 અને વર્ગ-2ના તબીબી શિક્ષકોને પગાર વધારાનો લાભ મળશે.

કરાર આધારિત વર્ગ 1-2ના શિક્ષકોને લાભ આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું‌‌ હતું કે, રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવા અને મેડિકલ વિદ્યાર્થીને ગુણવત્તા શિક્ષણ એ જ સરકારની પ્રાથમિકતા છે. રાજ્યની સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે સેવારત 11 માસના કરાર આધારિત તબીબી શિક્ષકોના માસિક વેતનમાં 30થી 55% સુધીનો વધારો કરવાનો હિતકારી નિર્ણય કરવામાં આવ્યો છે.

આજથી જ ઠરાવ લાગુ વધુ વિગતો આપતા કહ્યું કે, તબીબી શિક્ષકોના માસિક વેતનમાં થયેલ નોંધપાત્ર વધારાના પરિણામે હોસ્પિટલમાં તબીબો અને શિક્ષકોની ઘટ્ટ નિવારવામાં મદદ મળશે. સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલમાં ખાનગી પ્રેક્ટિસ સિવાય ફરજ બજાવતા તબીબી શિક્ષકોને માસિક વેતનમાં થયેલ નોંધપાત્ર વધારાનો લાભ મળશે.