લીમખેડાના પ્રતાપપુરા ગામે ગેસ ટેન્કર ચાલકે બાઈકને ટક્કર મારી, બાઈક સવાર 2 યુવકોના ઘટના સ્થળે મોત

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે અમદાવાદ ઈન્દોર નેશનલ હાઇવે પર ગેસ ટેન્કર ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર બંન્ને યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તેઓનું ઘટના સ્થળે મોત થયું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે અમદાવાદ ઇન્દોર હાઇવે પર ગેસના ટેન્કર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક પર સવાર બે યુવાનોને અડફેટે લેતા બંને યુવકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા, અકસ્માત સર્જી ટેન્કર મૂકી ટેન્કર ચાલક થયો ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં લીમખેડા પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો 108 એમ્બ્યુલન્સ મારફતે લીમખેડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામા આવ્યા છે, લીમખેડા પોલીસ અકસ્માત સંદર્ભ વધુ તપાસ હાથ ધરી હાથ ધરી છે.