રેપર-ગાયક બાદશાહ અને પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર 4 ઓક્ટોબરે લંડનમાં યોજાયેલા તેમના કોન્સર્ટમાં દિલજીત દોસાંજ સાથે જોડાયા હતા.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ઘણા વીડિયોમાં દિલજીત બંને કલાકારો સાથે અલગ-અલગ પરફોર્મ કરતો જોવા મળે છે.
દિલજીતે હાનિયા સાથે ડાન્સ પણ કર્યો હતો પાકિસ્તાની અભિનેત્રી હાનિયાના મિત્રએ એક વીડિયો શેર કર્યો છે જેમાં દિલજીત કોન્સર્ટ દરમિયાન હાનિયાને સ્ટેજ પર બોલાવતો જોવા મળ્યો હતો. આ અવસર પર ગાયકે હાનિયા સાથે તેનું ફેમસ ટ્રેક ‘લવર ગયા ઉનકે સાથ ડાન્સ ભી ગયા’ ગાયું હતું.
હાનિયાએ કહ્યું- તમારો ખૂબ ખૂબ આભાર લંડન
પોતાનું ગીત પૂરું કરતી વખતે, દિલજીતે હાનિયાના ખભા પર હાથ મૂક્યો અને પછી બંનેએ ઝૂકીને લોકોને ખુશ કર્યા.આ દરમિયાન દિલજીતે હાનિયાને માઈક આપ્યું. અભિનેત્રીએ કહ્યું, ‘ખૂબ ખૂબ આભાર. હાય, લંડન. તમારો ખૂબ ખૂબ આભાર. અમને બધાને સમર્થન આપવા માટે, અમારું મનોરંજન કરવા માટે.’
બેકસ્ટેજ બાદશાહને ભેટી પડ્યો
આ પછી ભારતીય રેપર-સિંગર બાદશાહ પણ કોન્સર્ટમાં દિલજીત સાથે જોડાયો હતો. બંનેએ અહીં સાથે પરફોર્મ પણ કર્યું હતું. દિલજીતે તેની નવી પોસ્ટમાં કેટલાક ફોટા શેર કરીને તેની ઝલક આપી છે.આ તસવીરોમાં તે બાદશાહને ગળે લગાવતો પણ જોવા મળ્યો હતો. બાદશાહે દિલજીત સાથે જોડાયેલી એક પોસ્ટ પણ શેર કરી છે.