કડાણા ડેમના 9 ગેટ ખોલી 1.10 લાખ કયુસેક પાણી નદીમાં છોડાયું

કડાણા જળાશય ઉપરવાસમા છોડવામાં આવેલ પાણીની આવકને પગલે ડેમ તેની મહત્તમ સપાટી 419 ફૂટ પહોંચતા વધારાનું પાણીપાવરહાઉસ અને ડેમના 9 ગેટખુલ્લા મુકી નદીમાં વહેતું કરવામાં આવી રહ્યું હતું.

મહીસાગર જિલ્લાના કડાણા ડેમ ચોમાસાના અંતિમ ચરણોમાં 100% ભરાય ગયો છે. ત્યારે મહીસાગર સહિત 8 જિલ્લાઓ માટે પીવાના પાણીથી લઈ સિંચાઈ સહિતની સમસ્યાઓનો અંત આવી ગયો છે. ચાલુ ચોમાસામાં અંતે ભાદરવામાં ડેમના ઉપરવાસમાં આવેલ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમા વરસેલા વરસાદના પગલે કડાણા ડેમ સતત પાણીની આવક જોવા મળી રહી છે.

ત્યારે સપ્ટેમ્બર માસમાં રૂલ લેવલ અને મહત્તમ સપાટી 419 નજીક રહેતાં હાલ ઉપરવાસમાં આવેલ મહી બજાજ તેમજ અનાસમાંથી છોડવામાં આવતા પાણીના પ્રવાહથી કડાણા ડેમ તેની મહત્તમ ભયજનક સપાટી 419 પાર પહોંચે તે પહેલા ડેમ પ્રશાસન દ્વારા રૂલ લેવલ જાળવી રાખવા માટે 1.10 લાખ ક્યૂસેક પાણી નદી, કેનાલ અને પાવર હાઉસ મારફતે વીજ ઉત્પાદન સાથે ખેતીને પણ ઉપયોગી રહે તે મુજબ આયોજન બંધ જળાશયમા છોડવામાં આવી રહ્યું છે. હાલ કડાણા ડેમમા 1.20 લાખ પાણી આવક સામે 1.10 લાખ પાણી મહી નદીમા છોડવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષ ચોમાસાના અંતમાં આજની તારીખમાં ડેમ તેની મહત્તમ 418.3 ફૂટ સપાટી સાથે 100% સંપૂર્ણ ભરાઇ જતા પ્રશાસન દ્વારા વધારાનું પાણી નદીના પટમાં વહેતું થતાં મહી બે કાંઠે વહેતી જોવા મળી.