દાહોદના બોગસ બિનખેતી હુકમ પ્રકરણમાં વધુ શંકાસ્પદ સર્વે નંબરો બહાર આવતા ખળભળાટ

દાહોદ પંથકમાં નકલી દ્ગછ હુકમો નકલી,પ્રોપર્ટી કાર્ડ અને અન્ય ગેરરીતી સંબંધે વહીવટી તંત્ર દ્વારા અગાઉ જાહેર કરેલા ૧૭૯ જેટલા સર્વે નંબરો માં સંદિગ્ધ હુકમો અને નોધ પડેલી હોવાનું બહાર આવા પામ્યો હતો.નકલી એને પ્રકરણમાં અત્યાર સુધી બે એફ.આઇ.આર થઈ છે અને તેમાં ચાર ઈસમો પોલીસે અટક કર્યા છે.ખૂબ જ ઝીણવટભરી તપાસને અંતે આજે પુનઃ વધારાના ૮ સર્વે નંબરો જાહેર કર્યા હતા.જે બાદ હવે સંદિગ્ધ હુકમોની યાદીમાં કુલ ૧૮૭ નંબરનો સમાવેશ થવા પામ્યો છે.

આજે વધુ નંબરો જાહેર કર્યા હતા તથા તે નંબરોમાં કોઈપણ વ્યવહાર કે વેચાણ ભોળા પ્રમાણમાં લીટીગેશન ઉભા કરી શકે તેવું જણાવી આ તમામ નંબરોના દસ્તાવેજો ઉપર હાલ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વીજીલન્સની ટીમ દાહોદ ખાતે તપાસ કરી સ્થળ ચકાસણી કરી ગાંધીનગર ખાતે જ પહોંચી છે જ્યારે સ્થાનિક કલેક્ટરશ્રીએ આ ૧૮૭ નંબરોમાં જે તે સંબંધિત અધિકારીને ફોજદારી ગુનો નોંધવા અધિકૃત કર્યા છે તેવા સમયે કુલ ૧૭૯ ૮ મળી ૧૮૭ નંબરોની યાદી આજે જાહેર થતાં શેરભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.ત્યારે રાજ્યભરને ચોકાવનાર જમીન કૌભાંડ ક્યાં અને કઈ જઈને પહોંચશે તે હવે જોવું રહ્યું.? જોકે જમીન કૌભાંડ સંબંધે થયેલી બે ફરિયાદમાં જે આરોપીઓના નામ ખુલ્યા છે તે પૈકી બે આરોપી હજી ફરાર છે.ત્યારે પોલીસ હવે કયા પ્રકારનું રૂપ અખત્યાર  કરે છે.તે પણ મહત્વનું બની રહેશે તો બીજી તરફ પોલીસ અટક કરેલા ચાર પૈકી ત્રણ આરોપીઓના ચાર્જશીટ રજૂ થયા પછી મુકાયેલા જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.અને તે પણ હાલ નગરમાં ચર્ચાનો વિષય બની છે પુન એકવાર છૂપા ભયની સાથે લોકોમાં વિવિધ પ્રકારનો ગણગણાટ શરૂ થવા પામ્યા છે ત્યારે આ જમીન કૌભાંડ કોનો કોનો ભોગ લેશે તે પણ આવનાર સમય કહેશે.