પાવાગઢમાં નવરાત્રીમાં રોજ 30 હજાર સુખડીના પેકેટનું વેચાણ : 40,000 કિલો પ્રસાદ બનાવાશે

હાલોલ ભાદરવાની વિદાયની સાથે આસો નોરતાંનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયુ છે. હાલોલ નજીકના યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નોરતાંમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાના દર્શનાર્થે ઉમટી પડે છે. ત્યારે મંદરી ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને વિતરણ કરાતા સુખડીના પ્રસાદ બનાવવા 3 પાળીમાં કામગીરી શરૂ કરી દીધી છે. સામાન્ય દિવસોમાં આઠ હજાર જેટલા પેકેટના વેચાણની સામે નવરાત્રિ દરમિયાન રોજના 30 હજાર પેકટનું વેચાણ થતુ હોય છે. એટલે કે માગ 4 ગણી વધી જતાં નવ દિવસ દરમિયાન 40,000 ટન સુખડીનો પ્રસાદ બનાવવાનું આયોજન કરાયું છે. પાવાગઢ શક્તિપીઠ અને યાત્રાધામમાં આસો નવરાત્રી તા.3 ઓક્ટોબર થી શરૂ થવાની છે. ત્યારે મંદીરના પ્રખ્યાત સુખડીના પ્રસાદનું વેચાણ નવરાત્રીમાં 30 હજાર પેકેટનું વેચાણ થાય છે. જેથી ટ્રસ્ટ દ્વારા અત્યારથી 3 પાળીમાં સુખડી બનાવવાની કામગીરી ચાલુ કરી દીધી છે. માતાજી મંદિરે આવતા યાત્રાળુઓ મંદિરની આસ્થા સાથે જોડાયેલ સુખડીનો પ્રસાદ લે છે. નવરાત્રી સિવાય ચાલુ દિવસોમાં મંદિર દ્વારા સાતથી આઠ હજાર સુખડીના પેકેટોનું વેચાણ થાય છે. નવરાત્રિમાં યાત્રાળુઓની સંખ્યાને લઈ મંદિર પ્રસાસન દ્વારા 40 ટન(40,000 કિલો) સુખડીનો પ્રસાદ બનાવવાનું આયોજન કરાયું છે. પ્રસાદ બનનાવાની કામગીરીમાં 60 સેવકો જોતરાયા છે. અને 3 પાળી માં કામગીરીનો શુક્રવારથી આરંભ કરાયો છે. સુખડીનો પ્રસાદ બનાવવા લોટ, ગાયનું ઘી, ગોળ સહિતની 45 ટન જેટલી સામગ્રી એકઠી કરાઈ છે. લોટ દળવાની બે ઘંટીમાં દિવસમાં 1 ટન લોટ દળી શકાય છે. સાથે સુખડી બનાવવાના બે આધુનિક મશીન મુક્યાં છે. એક મશીનમાં બે કલાકમાં સુખડીના 1200 પેકેટ તૈયાર થાય છે. સુખડીમાં વપરાતું ગાયનું ઘીની મહેસાણાની દૂધ ડેરી માંથી સીધી ખરીદી થાય છે.

3 પાળીમાં 60 સેવકો સુખડી બનાવશે પાવાગઢ મંદિર ખાતે રોજ 20 જેટલા સેવકો સુખડીના 8 હજાર પેકેટ બનાવતા હતા. પણ નવરાત્રીમાં સુખડીના પ્રસાદની માંગ 4 ગણી થતી હોવાથી ટ્રસ્ટ દ્વારા સુખડીના પેકેટ બનાવવાનું શરૂ કરી દીધું છે. ત્યારે 60 જેટલા સેવકો સુખડીના પ્રસાદ બનાવવા 3 પાળીમાં કામ કરી રહ્યા છે. અેક પાળીના 15 સેવકો કામ કરી રહ્યા છે. બે કલાકમાં 1200 સુખડીના પેકેટ મશીનમાં બનાવવામાં આવે છે. સુખડીના એક પેકેટનું અંદાજીત વજન 170 ગ્રામ જેટલું હોય છે.