પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના આંકડીયા ગામે આવેલી સપના ભારત ગ્રામીણ વિતરક એજન્સી પર જીલ્લા પુરવઠા અધિકારી હરેશ મકવાણા સહિત જીલ્લા અને શહેરા પ્રાન્ત અધિકારીની ટીમે આકસ્મિત તપાસ કરતા ગંભીર પ્રકારની ગેરરીતીઓ જણાઈ આવતા સંચાલક ડિંડોર મુકેશભાઈ રાવજીભાઈ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.
પંચમહાલ જીલ્લા જીલ્લા પુરવઠા અધિકારી હરેશ મકવાણા અને તેઓની જીલ્લાની ટીમ તથા પ્રાન્ત અધિકારી પ્રણવ વિજયવર્ગીય સહિતની સંયુક્ત ટીમ દ્વારા શહેરા તાલુકામાં આકડીયા ગામે આવેલી ભારત ગેસ સંચાલિત સપના ભારત ગ્રામીણ વિતરક ગેસ એજન્સીની આકસ્મિક તપાસ કરતા ગેસ એજન્સીમાં ગંભીર પ્રકારની ગેરરીતિઓ જણાઈ આવી હતી.
ગેસ ગોડાઉન ખાતે ગેસના સિલીન્ડર ની ડિલિવરી કરતા કોઈ પણ ગ્રાહકોને નિયમ મુજબ મળવા પાત્ર રીબેટ આપવામાં આવેલો ન હતો. ગેસ ગોડાઉન ખાતેનો ઇલેક્ટ્રિક વજન કાટામા 50 ગ્રામ વજન ઓછુ ડિસ્પ્લે થતું હતું. ગેસ એજન્સી ઉપર સ્ટૉકનો જથ્થો તથા ગેસ સિલિન્ડરની કિંમત દર્શાવતું બોર્ડ નીભાવેલ ન હતુ. ડિલિવરી બોય ને ગ્રાહકોની યાદી આપવામાં આવતી નથી. ગ્રાહકોને ગેસ બોટલ મળ્યો તે બદલની પહોંચ આપવામાં આવતી નથી.એજન્સી ખાતે ઉપયોગ થતો વજન કાંટો ડીફેક્ટીવ મળી આવ્યો હતો.
ગ્રાહકોને ફરિયાદ કરવા અંગે મામલતદાર, DSO વગેરે ના મોબાઇલ નંબર લખવામાં આવેલો ન હતો.ગેસ ગોડાઉન પર રહેલ હાજર સ્ટૉકની ગણતરી કરી એજન્સીના સ્ટૉક રજીસ્ટર સાથે મેળવણું કરતા 14.2 કિલો ના 66 ગેસના સિલિન્ડરની ઘટ પડેલા છે. ઘટ પડેલ ગેસ સિલન્ડર બાબતે તેઓ દ્વારા કોઈ વાજબી કે યોગ્ય કારણ રજૂ કર્યુ નથી. જેથી 14.2 kg ના 66 ગેસ સિલિન્ડરનો જથ્થો 937.2 KG થાય છે જેની બજાર કિંમત 54,747 પુરા તેમજ તપાસણી દરમ્યાન ગોડાઉન ખાતે થી 14.2 કિલો કુલ-7 (સાત) ગેસ સિલિન્ડર એક્સપાયરી ડેટ વાળા મળી આવ્યા હતા.
જેની કિંમત 15,400 થાય છે. જેથી ઘટ પડેલા ગેસ સિલિન્ડર માટે હાજર સ્ટોકમાં ભરેલ 19 kg ના ગેસ સિલિન્ડર સીઝ કર્યા હતા. જેની 36 બૉટલ (19.00)KG ની કિંમત રૂપિયા 55,567 તથા 7 (સાત)એક્સપાયરી ડેટ વાળા ખાલી સિલિન્ડર જેની કિંમત રૂપિયા 15,400 આમ કુલ મળી રૂપિયા 70,967ની જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
આમ, ગેસ એજન્સીના સંચાલક દ્વારા ગેસ ધારકોને રીબેટ ન આપી, જથ્થા તથા ભાવની વિગતો પ્રદર્શિત ન કરી તેમજ ભારત ગેસ કંપની સાથે કરેલ એગ્રીમેન્ટ્સ તથા L.P.G ઓર્ડર-2000 ની કંડીકા નં.-8 તથા ગેસ એજન્સીમાં નિભાવવા પાત્ર રેકર્ડ ન નિભાવી કંડિકા નં 10 નો ભંગ હોય શહેરા તાલુકાનાં આંકેડિયા વિસ્તારમા આવેલ ભારત ગેસ સંચાલિત સપના ભારત ગ્રામીણ વિતરક ગેસ અજન્સીના સંચાલક ડિંડોર મુકેશભાઈ રાવજીભાઈ ની સામે ગેસ એજન્સીમાં ગેરરીતિઓ જણાતાં તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.