મિત્રની બર્થડે પાર્ટીમાં ગયેલા અમદાવાદના 7 મિત્રોને હિંમતનગર હાઈવે પર ગોઝારો​ અકસ્માતન નડ્યો

હિંમતનગર હાઇવે ઉપર આજે વહેલી સવારે ટ્રેલર પાછળ ઇનોવા કાર ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત થયો હતો. અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતા 8 લોકો ઇનોવા કારમાં સવાર હતા. તેમાંથી 7 લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ હાલમાં ગંભીર ઇજાગ્રસ્ત હોવાને કારણે સારવાર લઈ રહ્યા છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમ કુબેરનગર પહોંચી હતી. જ્યાં મૃતકોના ઘરે કોણ કોને સાંત્વના આપે તેવી સ્થિતિ જોવા મળી હતી.

તમામ મૃતકો કુબેરનગરના રહેવાસી

  • 1. ચિરાગ રવિભાઈ ધનવાની (ઉંમર.23, રહે. કૈલાસરાજ હાઈટ્સ, કુબેરનગર-અમદાવાદ)
  • 2. રોહિત સુરેશભાઈ રામચંદાણી, (ઉંમર 25, રહે.કુબેરનગર-અમદાવાદ)
  • 3. સાગર નરેશકુમાર ઉદાણી (ઉંમર 22, રહે.કુબેરનગર-અમદાવાદ)
  • 4. ગોવિંદ લાલચંદભાઈ રામરાણી, (ઉંમર 28,રહે.કુબેરનગર-અમદાવાદ)
  • 5. રાહુલ પ્રહલાદભાઈ મુલચંદાણી, (ઉંમર 22, રહે.કુબેરનગર-અમદાવાદ)
  • 6. રોહિત (રહે.કુબેરનગર-અમદાવાદ) 7. ભરત (રહે.કુબેરનગર-અમદાવાદ)

ઇજાગ્રસ્ત હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ

હનીભાઈ શંકરલાલ તોતવાની (ઉ.વ. 22, કુબેરનગર, અમદાવાદ)