મુંબઈ બાદ હવે અમદાવાદમાં ColdPlay કોન્સર્ટ? નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈવેન્ટને લઈ ફેન્સ બન્યા ક્રેઝી!

કોલ્ડપ્લેને લઇ ચર્ચાતી વાતો મુજબ કોલ્ડપ્લે ભારતમાં વધુ એક શો ઉમેરે તેવી શક્યતા છે. સોશિયલ મીડિયા હેન્ડલ X પરના કેટલાક લોકો અને પોસ્ટ્સ દાવો કરે છે કે ક્રિસ માર્ટિન 25 જાન્યુઆરી 2025 ના રોજ અમદાવાદના ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રદર્શન કરે તેવી શક્યતા છે. આ અટકળોએ દેશભરના નેટીઝન્સ અતિ ઉત્સાહિત કર્યા છે. જેના પરિણામે શહેરની હોટેલોના ભાવમાં વધારો જોવા મળ્યો હતો.

ત્યારે આ અટકળો વચ્ચે એક યુઝરે ટ્વીટ કર્યુ હતુ જેમા લખ્યુ હતુ કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે Coldplay Concert. અમદાવાદ માં 25મી જાન્યુઆરી, 2025 માટે હોટેલના દરો વધી રહ્યા છે,” એક યુઝર્સે X પર લખ્યું. 24 જાન્યુઆરીની રાતે અમદાવાદમાં વેચાયેલી 23 ફાઇવ-સ્ટાર હોટલ પહેલેથી જ વેચાઈ ગઈ છે. @bookmyshow અને @_ColdplayIndia_ માત્ર એક સંયોગ છે કે બીજું કંઈક?

જો કે એ પણ નોંધવું જોઈએ કે આ અમદાવાદ કોલ્ડપ્લે શો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. દરમિયાન કોલ્ડપ્લે 18 જાન્યુઆરી, 19 જાન્યુઆરી અને 21 જાન્યુઆરી 2025 ના રોજ મુંબઈમાં પ્રદર્શન કરશે. જેમાં વાયાગોગોના કોલ્ડપ્લે ટિકિટ પેજમાં મૂળ રૂ. 4,000ની કિંમતની ટિકિટો પ્રતિ ટિકિટ રૂ. 778,952માં વેચાઈ રહી છે.

અન્ય યુઝર મૂળ રૂ. 12,500ની ટિકિટ રૂ. 1.21 લાખમાં રિસેલ કરી રહ્યા છે. લાઉન્જ ટિકિટ જેની મૂળ કિંમત રૂ. 35,000 છે તેને રૂ. 1.01 લાખમાં ફરીથી વેચવામાં આવી રહી છે. આજે સવારે પ્લેટફોર્મ પર 270,575 રૂપિયાની લાઉન્જ ટિકિટ કથિત રીતે વેચાઈ હતી.