નવીદિલ્હી,
ભારતના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ ગુરુવારે વૈવાહિક વિવાદો અને જામીનના મામલાઓને લગતી ટ્રાન્સફર પિટિશનની સુનાવણી માટે જસ્ટિસ હિમા કોહલી અને બેલા એમ ત્રિવેદીની બનેલી તમામ મહિલા બેંચની રચના કરી હતી.
સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આ ત્રીજી વખત છે જ્યારે સંપૂર્ણ મહિલા ન્યાયાધીશોની બનેલી બેંચની રચના કરવામાં આવી છે. બે જજની બેંચ હાલમાં સુપ્રીમ કોર્ટની કોર્ટ નંબર ૧૧માં બેઠી છે. ૩૨ બાબતો બેન્ચ સમક્ષ સૂચિબદ્ધ કરવામાં આવી છે, જેમાંથી પ્રત્યેક ૧૦ લગ્ન સંબંધી વિવાદો અને જામીન સાથે સંકળાયેલી ટ્રાન્સફર પિટિશન છે. તે જાણીતું છે કે ટ્રાન્સફર પિટિશન એ એવી પિટિશન છે જેમાં કેસ રાજ્યની એજન્સીઓમાંથી કેન્દ્રીય એજન્સીમાં અથવા હાઈકોર્ટમાંથી બીજી હાઈકોર્ટમાં અથવા હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની વિનંતી કરવામાં આવે છે.
૨૦૧૩ માં જસ્ટિસ જ્ઞાન સુધા મિશ્રા અને જસ્ટિસ રંજના પ્રસાદ દેસાઈની બેન્ચની રચના કરવામાં આવી ત્યારે પ્રથમ સર્વ મહિલા બેંચની રચના કરવામાં આવી હતી. આ પછી ૨૦૧૮માં જસ્ટિસ આર ભાનુમતી અને જસ્ટિસ ઈન્દિરા બેનર્જીની બેન્ચની રચના કરવામાં આવી હતી.
હાલમાં સુપ્રીમ કોર્ટમાં ત્રણ મહિલા જજ છે, જસ્ટિસ હિમા કોહલી, જસ્ટિસ બી. વી. નાગરત્ન અને જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી. જસ્ટિસ નાગરત્ન ૨૦૨૭માં દેશના પહેલા ચીફ જસ્ટિસ બનવાના છે. સુપ્રીમ કોર્ટમાં હાલમાં સીજેઆઇ સહિત ૨૭ જજો છે જ્યારે તેની કુલ સંખ્યા ૩૪ જજો છે.