મુસ્લિમ તહેવારો પર મફત ગેસ સિલિન્ડર આપવાની અમિત શાહે વાત કરી હતી.

જમ્મુ-કાશ્મીરની ચૂંટણી વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટી જાહેરાત કરી છે. એક ચૂંટણી કાર્યક્રમમાં તેમણે મુસ્લિમ તહેવારો પર મફત ગેસ સિલિન્ડર આપવાની વાત કરી હતી. અમિત શાહ મેંધરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી રહૃાા હતા.તેમણે કહૃાું કે ભાજપના સંકલ્પ પત્ર હેઠળ દરેક ઘરની સૌથી મોટી મહિલાને વાર્ષિક ૧૮,૦૦૦ રૂપિયા આપવામાં આવશે. મોહરમ અને ઈદ નિમિત્તે ૨ ગેસ સિલિન્ડર મફતમાં આપવામાં આવશે. ખેડૂતોને હવે રૂપિયા ૬ હજારને બદલે ૧૦ હજાર રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત ખેતીના વીજ બિલમાં ૫૦ ટકાનો ઘટાડો થશે અને ૫૦૦ યુનિટ સુધી મફત વીજળી મળશે.

અમિત શાહે પૂંચ-રાજૌરીમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે જમ્મુમાં મેટ્રો સ્થાપવા, તવી નદીની કિનારે રિવર ફ્રન્ટ બનાવવા અને પહેલગાંવ જેવા નગરનો વિકાસ કરવા જેવા અન્ય વચનો પણ આપ્યા હતા. તેમણે કહૃાું કે અમે અગ્નિશામકો માટે ૨૦ ટકા ક્વોટા આપીશું અને જમ્મુ-કાશ્મીરમાં ૫ લાખ સરકારી નોકરીઓ આપીશું. દૂરના બાળકોને પણ લેપટોપ અને ટેબલેટ આપવામાં આવશે.

આ દરમિયાન શાહે વિપક્ષ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહૃાું કે આ ચૂંટણી જમ્મુ-કાશ્મીરમાં ત્રણ પરિવારોના શાસનને ખતમ કરવાની તક છે. તેમણે આરોપ લગાવ્યો કે અબ્દુલ્લા, મુતી અને નેહરુ-ગાંધી પરિવારે અહીં લોકશાહીને રોકી દીધી છે. તેમણે કહૃાું કે મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદને ખતમ કર્યો છે અને યુવાનોને લેપટોપ આપ્યા છે, પથ્થરો નહીં.