ગોધરા શહેરના કાજીવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ 8ની વિદ્યાર્થીની સેનીટાઇઝરથી દાઝી જવાથી પ્રથમ સારવાર ગોધરા બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં 35 દિવસની સારવાર બાદ ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ગઈકાલે મોત થયું હતું. ત્યારે બેદરકારી દાખવનાર શાળાના આચાર્ય સામે પોલીસ તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
જેમાં શાળાના આચાર્ય દ્વારા શાળાના વર્ગખંડમાં બેદરકારીથી મુકેલા સેનેટાઇઝના કારણે વિદ્યાર્થીની દાજી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જેથી પોલીસે જવાબદાર શિક્ષક સામે કાર્યવાહી કરવાની ખાતરી આપ્યા બાદ પરિવારે બાળકીનો મૃતદેહ મોડી રાતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતેથી સ્વીકાર કર્યો હતો. હાલ તો કાજીવાડા પ્રાથમિક શાળાના આચાર્ય વિરુદ્ધમાં ગોધરા બી ડિવિઝનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરેલ છે.
શું હતી વિગત જોવા….. : ગોધરાના કાજીવાડા પ્રાથમિક શાળામાં થોડા દિવસ અગાઉ દાઝેલી બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું