હાર્દિક પટેલને સંઘાણીની સલાહ: ભાજપ વિચારધારાને વળગી રહેશે તો ફાયદો, નહીં તો નુક્સાન

અમરેલી,

આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થયું છે, પ્રથમ તબક્કાના અનેક દિગ્ગજોએ મતદાન કર્યું છે. સુરતમાં હર્ષ સંઘવી, ખંભાળિયામાં પરિમલ નથવાણી, અમરેલીમાં દિલિપ સંઘાણી, સાંસદ પૂનમ માડમે જામનગરમાં મતદાન કર્યું છે. આ દરમિયાન ભાજપ નેતા દિલીપ સંઘાણીએ હાર્દિક પટેલને સલાહ આપી છે.

ભાજપ નેતા દિલીપ સંઘાણીએ હાર્દિક પટેલને સલાહ આપી છે. તેમણે કહ્યુ કે, ભાજપ વિચારધારાને વળગી રહેશે તો ફાયદો નહીં તો નુક્સાન થશે. ભાજપ વિચારધારા સાથે ન જોડાય તો સસ્પેન્ડ પણ કરાય. ભાજપ વિચારધારાના સ્વીકારથી ભાજપનો સભ્ય બનાવ્યો. ભાજપની વિચારધારા સ્વીકારીને ભાજપે સભ્ય બનાવ્યો છે, નહીં કે આંદોલનની. તેમણે કહ્યું કે, ભાજપનું ભવિષ્ય સારું છે, જ્યારે હાર્દિકનું ભવિષ્ય તેના વ્યવહાર પર આધારિત છે.

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે ૧ અને ૫ ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે ૮ ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.