રાજકોટમાં કીર્તીદાન ગઢવીને મતદાન કરતા અટકાવવામાં આવ્યા

રાજકોટ,

રાજકોટમાં કીર્તીદાન ગઢવીને મતદાન કરતા અટકાવવામાં આવ્યા છે. કીર્તીદાન ગઢવી આજરોજ રાજકોટના માધાપરમાં મતદાન કરવા માટે ગયા હતા. પરંતુ તેઓની સાથે તેમનું ઓળખપત્ર ન હોવાથી તેમને મતદાન કરતા અટકાવવામાં આવ્યા હતા.ગઢવીને એકાદ કલાક સુધી રાહ જોવી પડી હતી ત્યારે આ અંગે તેમણે જણાવ્યું હતું કે ડીજીટલ ઇન્ડીયામાં આવી તકલીફ ન પડવી જોઈએ.

કીર્તીદાન ગઢવી રાજકોટના માધાપરમાં મતદાન કરવા માટે ગયા હતા તે સમયે તેમની પાસે ઓળખપત્ર ન હોવાથી તેમણે મતદાન કરવા દેવામાં આવ્યું નહોતું. જે બાદ તેમણે જણાવ્યું હતું કે, ડિજિટલ ઇન્ડીયામાં આવી તકલીફ ન પડવી જોઇએ, મારી પાસે બાકીના બધા જ ડોક્યુમેન્ટ છે. મોબાઇલમાં ડોક્યુમેન્ટ હોય તો માન્ય રાખવા જોઇએ. મારી પાસે ફિઝીકલ આઇડી ન હોવાથી મને મતદાન કરવા દેવામાં આવ્યું નથી. હું છેક અમદાવાદથી રાજકોટ ફક્ત મતદાન કરવા માટે આવ્યો છું.

સમગ્ર ઘટનાક્રમ વિશે મીડિયાને જણાવી કીતદાન ગઢવીએ જણાવ્યુ હતુ કે ભારતના પ્રધાનમંત્રી મોદી સાહેબ ડિજિટલ ઈન્ડિયાની વાતો કરે છે પરંતુ મતદાનની પ્રક્રિયામાં જ ડિજિટલ ઈન્ડિયાની વાતો કરે છે પરંતુ મતદાનની પ્રક્રિયામાં જ ડિજિટલ ઈન્ડિયાનો અમલ નથી થતો. હું ૪૫ મિનિટથી અહીં મતદાન માટે રાહ જોઈ રહ્યો છુ. મારી પાસે આધાર કાર્ડની ડિજિટલ કૉપી છે છતાં મને મત આપતા અટકાવવામાં આવ્યો. ભારત કેવી રીતે ડિજિટલ દેશ બનશે.

તેમણે વધુમાં કહ્યુ કે મોદી સાહેબ સુધી આ વાત પહોંચાડો કે આમને આમ ચાલુ રહેશે તો ભારતમાં ડિજિટલ ઈન્ડિયાનુ કેમ્પેઈન સફળ નહિ થાય. મારા જેવા સેલિબ્રિટીને આટલી વાર રાહ જોવી પડે તો જે નવા મતદારો છે અને જીવનમાં પહેલી વાર મતદાન કરવા માટે આવે છે. તેમની પાસે જો કોઈ પ્રૂફ નહિ હોય તો શું તેમને પાછુ જવુ પડશે? આ રીતે મતદાન ના થઈ શકે.