ચીનની ભારત સાથે ફરી ગદ્દારી, પેંગોગ લેક નજીક ચીને સૈન્ય ચોકી બનાવી, અમેરિકાએ કહ્યું, અમે ભારતની સાથે છીએ

વોશિગ્ટન,

ચીન અને પાકિસ્તાન હંમેશા ભારત સાથે અવળચંડાઇ કરતા રહે છે. ફરી આવી જ ચીનની એક હરક્ત સામે આવી છે. એક તરફ ચીન ભારત સાથે સંબંધો સુધારવા માટે સરહદો પરથી સૈન્ય હટાવવાની વાતો કરે છે. તો બીજી એક તરફ ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક ચીની સેના હેડક્વાર્ટર અને સૈન્ય ચોકીઓ તૈયાર કરી રહી છે. આ હકીક્તનો દાવો એક વિદેશી અખબારે પોતાના અહેવાલમાં કર્યો છે.

વિદેશી અખબારના આ દાવાને લઇને અમેરિકન સાંસદ રાજા કૃષ્ણમૂતએ આક્રમક પ્રતિક્રિયા આપી છે. આ અંગે રાજા કૃષ્ણમૂતએ જણાવ્યું કે ભારત-ચીનની નિયંત્રણ રેખા પાસે ચીન સૈન્ય ચોકીનું નિર્માણ કરી રહ્યું છે. આ ચીનની હરક્ત પડોશી દેશ પ્રત્યે ચીનની આક્રમક્તાનો સંકેત આપે છે. વધુમાં તેમણે ઉમેરીને કહ્યું કે અમેરિકા આ મામલે હંમેશા ભારતની સાથે છે. અખબારે આ અંગે ચીની પોસ્ટને લગતી સેટેલાઇટ તસવીરો પણ ટાંકી છે. અને, આ તસવીરો બાબતે જ તેમણે આ ગંભીર અને ચિંતાજનક દાવો કર્યો છે. તેમને કહ્યું છેકે ચીનની આ હરક્ત સૂચવે છે કે ચીન અહીં લાંબા સમય સુધી ટકી રહેવાનો ઇરાદો ધરાવે છે.વધુમાં તજજ્ઞોએ કહ્યું છે કે સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝ પર મળેલી આ તસવીરોમાં જોવા મળે છે કે ચીનના સૈનિકોએ પેંગોંગ લેક પાસે સૈનિકો માટે હેડક્વાર્ટર તથા ચેક પોસ્ટ બનાવી દીધી છે. નોંધનીય છેકે પેંગોંગ લેક ભારત અને ચીન વચ્ચે આવેલો વિવાદીત વિસ્તાર છે. આ વિસ્તારની સરહદોને લઇને ચીન અને ભારત બંને વચ્ચે તણાવ હંમેશા વકરતો જ રહ્યો છે.

ભારત અને ચીન વચ્ચે આર્મી ચોકીના સમાચાર એ બેઇજિંગની વધતી આક્રમક્તાનો વધુ એક સંકેત છે. યુએસ કોંગ્રેસના સભ્યએ જણાવ્યું કે, અમેરિકા અને ભારત સુરક્ષા ભાગીદારો સાથે સંયુક્ત રીતે લડી રહ્યું છે. યુએસ સાંસદ સ્પષ્ટ સંદેશ આપે છે કે અમેરિકા ચીનના હરક્તથી નારાજ છે. અને, અમેરિકા આ મામલે હંમેશા તેના સાથી દેશો ભારત તથા તાઈવાનની સાથે છે.

વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક ઉત્તરાખંડમાં ભારત-યુએસ સંયુક્ત સૈન્ય અભ્યાસની ૧૮મી આવૃત્તિ ચાલી રહી છે. ચીને બુધવારે કહ્યું હતું કે તે ભારત-અમેરિકાના સંયુક્ત સૈન્ય અભ્યાસનો વિરોધ કરે છે. આ અભ્યાસ દિલ્હી- બેઇજિંગ વચ્ચે થયેલા કરારની ભાવનાનું ઉલ્લંઘન છે.