જમ્મુ-કાશ્મીરમાં દસ વર્ષ પછી યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. છેલ્લા એક સપ્તાહમાં સરહદ પારથી ત્રણ વખત આતંકી ઘૂસણખોરીના પ્રયાસો કરવામાં આવ્યા છે. એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આતંકવાદીઓ સાથે ત્રણ વખત એક્ધાઉન્ટર થયું હતું. આ ઘટનાઓએ ૧૮ સપ્ટેમ્બરે યોજાનાર મતદાનને લઈને ચિંતા વધારી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૭૦થી ૮૦ આતંકવાદીઓ ઘૂસણખોરી માટે એલઓસી પર કેમ્પ કરી રહ્યા છે, જેઓ પાકિસ્તાની રેન્જર્સ અને આર્મીના મોરચામાં બેઠા છે. પાકિસ્તાની સેના આ આતંકીઓને ઘુસણખોરીમાં મદદ કરી રહી છે.
ભૂતપૂર્વ સંરક્ષણ નિષ્ણાત નિવૃત્ત બ્રિગેડિયર વિજય સાગર માને છે કે પાકિસ્તાન કોઈપણ ભોગે લોક્સભાની ચૂંટણીમાં વિક્ષેપ પાડવા માંગે છે, કારણ કે છેલ્લી લોક્સભા ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન થયું હતું. અનુચ્છેદ ૩૭૦ નાબૂદ કર્યા પછી પહેલીવાર વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી હોવાથી પાકિસ્તાન તેમાં વિક્ષેપ ઉભો કરવા માંગે છે જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે એવો સંદેશ આપવામાં આવે કે લોકો તેનાથી ખુશ નથી.
ગુપ્તચર એજન્સીઓના સૂત્રોનું કહેવું છે કે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ રાજોરી-પૂંચ, બારામુલા, બાંદીપોરા અને કુપવાડા એલઓસી, સાંબા અને કઠુઆ સરહદો પર નાના જૂથોમાં હાજર છે. પાકિસ્તાની સેનાના બંકરમાં ચારથી પાંચ આતંકવાદીઓનું જૂથ બેઠું છે, જેમને કોઈપણ સંજોગોમાં ઘૂસણખોરી કરવા માટે કહેવામાં આવ્યું છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ૈંજીૈં આતંકવાદી સંગઠનો પર ઘૂસણખોરી માટે દબાણ કરી રહી છે.
છેલ્લા સાત દિવસમાં બનેલી ઘટનાઓ
- ૦૮ સપ્ટેમ્બર: નૌશેરા સેક્ટરમાં ઘૂસણખોરી દરમિયાન બે આતંકવાદીઓ માર્યા ગયા.
- ૦૯ સપ્ટેમ્બર, પૂંછ-દિગ્વાર સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો.
- ૧૧ સપ્ટેમ્બર: ઉધમપુરના બસંતગઢમાં બે આતંકવાદીઓ માર્યા ગયા.
- ૧૧ સપ્ટેમ્બર: પાકિસ્તાને જમ્મુની કાનાચક બોર્ડર પર પોસ્ટને નિશાન બનાવીને ગોળીબાર કર્યો, સૈનિક ઘાયલ
- ૧૩ સપ્ટેમ્બર: કિશ્તવાડમાં આતંકવાદી હુમલામાં સેનાના બે જવાન શહીદ, બે ઘાયલ.
- ૧૪ સપ્ટેમ્બર: બારામુલ્લામાં આતંકવાદીઓ સાથે એક્ધાઉન્ટર, ત્રણ માર્યા ગયા
- ૧૪ સપ્ટેમ્બર: નૌશેરા એલઓસી પર દિવસભર ઘૂસણખોરી, સૈનિક ઘાયલ