નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનું ગઠબંધન હંમેશાથી આતંકવાદનું સમર્થન કરતું રહ્યું છે. ઘાટીમાં જ્યારે પણ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસની સરકારો સત્તામાં આવી છે ત્યારે અહીં આતંકવાદે જોર પકડ્યું છે. ૯૦ના દાયકાને યાદ કરો… હું ફારુક અબ્દુલ્લાને પૂછવા માંગુ છું, તમે અહીંના મુખ્ય પ્રધાન હતા, તમે રાજીવ ગાંધી સાથે સમાધાન કરીને ચૂંટાયા હતા. જ્યારે અમારી ખીણો લોહીથી લથબથ હતી ત્યારે તમે ક્યાં હતા?’
એક તરફ તેઓ (નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ) જમ્મુ-કાશ્મીરને આતંકવાદથી સજ્જ બનાવવા માંગે છે, તો બીજી તરફ પીએમ મોદી ’વિકસિત કાશ્મીર’ બનાવવા માંગે છે. તેઓ (નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ) આટકલ ૩૭૦ હટાવ્યા બાદ અહીં મહિલાઓને મળેલી અનામતને ખતમ કરવા માંગે છે, જ્યારે મોદીજી ગુર્જરો, પહાડીઓ, દલિત અને ઓબીસીની સાથે મહિલાઓને અનામતનો અધિકાર આપવા માંગે છે.શાહે કહ્યું, ’૧૯૯૦ની જેમ આજે પણ પ્રયાસો થઈ રહ્યા છે. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે અહીં કેટલાક વચનો આપ્યા છે કે જો તેમની સરકાર સત્તામાં આવશે તો તેઓ આતંકવાદીઓને મુક્ત કરશે. આજે હું તમને કહું છું કે આ નરેન્દ્ર મોદી સરકાર છે, ભારતની ધરતી પર આતંકવાદ ફેલાવવાની કોઈની હિંમત નથી.
ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં રેલી કરી રહ્યા છે. આ દરમિયાન જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે, ’અમે વિભાજનના દિવસો જોયા, ૧૯૯૦માં આતંકવાદના દિવસો જોયા. ચંદ્રિકા શર્મા હોય કે પરિહાર ભાઈઓપ બધાએ બલિદાન આપ્યું. આજે હું આ વિસ્તાર સહિત જમ્મુ-કાશ્મીરના લોકોને વચન આપું છું કે અમે આતંકવાદને એટલો ઊંડો દાટી દઈશું કે તે ક્યારેય બહાર નહીં આવે.