કચ્છના અંજારની લેડી ડોન તરીકે પ્રખ્યાત રીયા ગૌસ્વામી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. વ્યાજખોર ત્રિપુટીએ ફનચર બનાવનાર સાથે ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાઈ છે, અંજારની લેડી ડોન રીયા ગૌસ્વામી સહિત ૩ લોકો સામે આદિપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ ફનચરના વેપારીને કામના અડધા રૂપિયા આપીને દાદાગીરી કરી હતી. અને વેપારીને ધાક અને ધમકી પણ આપી હોવાનું સામે આવ્યું છે. અંજારની લેડી ડોન સામે અનેક પોલીસ ફરિયાદો દાખલ છે. જેના કારણે પોલીસે રિયા ગૌસ્વામી સહિત ૩ સામે ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.
૩ વ્યાજખોરો સામે મારી નાખવાની ધમકી, મારામારી સહિતના ગુનાનો અંજાર પોલીસ મથકમાં નોંધાયેલા છે. રિયા ગોસ્વામીની બહેન આરતી ગૌસ્વામી અને ભાઈ તેજસ ગૌસ્વામી સામે અનેક ગુનાઓ પોલીસ ચોંપડે નોંધાયેલા છે.અંજાર પોલીસ દ્વારા વ્યાજખોરીની બદી ઉપરાંત અન્ય ગુનામાં સંડોવાયેલી ટોળકી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ત્રણેય ભાઈ-બહેન સામે વ્યાજખોરી, પઠાણી ઉઘરાણી અને મારામારી સહિતના અનેક ગુનાઓ પહેલાં જ નોંધાયેલા છે.પરંતુ તેમ છતાં તેઓ સુધરવાનું નામ ન હતા લઈ રહ્યા. બે કિસ્સામાં તો ભોગ બનનારને આત્મહત્યા માટે મજબૂર કર્યાની પણ ફરિયાદ છે. ઉલ્લેખનીય છે કે, ૩૧ જુલાઈ, ૨૦૨૪ના રોજ અંજારના મુમતાઝબેન લુહારે ત્રણેય ભાઈ-બહેન વિરુદ્ધ ગેરકાયદે વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીની ફરિયાદ નોંધાવી હતી. લેડી ડોન રિયા અગાઉ પાસા હેઠળ પણ જેલમાં જઈ ચુકી છે. પરંતુ જામીન પર બહાર આવ્યા બાદ ગુનાહિત પ્રવૃત્તિમાં લાગી જતી હતી.