હાલોલના સાથરોટામાંં શ્રધ્ધા રેસીડેન્સીના મકાનની દિવાલ ધરાશાહી થતાંં મહિલાને ઈજાઓ

હાલોલ,
હાલોલ તાલુકાના સાથરોટામાંં શ્રધ્ધા રેસીડન્સી સોસાયટીમાં રસોડાની દિવાલ ધરાશાહી થઈ જતાં મહિલાને ઈજાઓ પહોંંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

વિસ્તૃત વિગતો મુજબ હાલોલ તાલુકાના સાથરોટામાં શ્રધ્ધા રેસીડન્સી-2માં 6 મહિના પહેલા કોલીએન પવનસિંહ રાજપૂત નામની મહિલા દ્વારા મકાનોનું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ મકાન બિહારના દિનેશ પાસવાનએ રાખેલ હોય અને પરિવાર સાથે રહેતા હોય ત્યારે નવિન બાંધકામ થયેલ મકાનની દિવાલ તુટી પડતા રસોડામાં કામ કરતા કીરમાંગીબેન ઉપર પડતા ઈજાગ્રસ્ત થયેલ મહિલાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. નવિન બાંધકામવાળા મકાનની દિવાલ ધરાશાહી થતાં બિલ્ડરોમાંં દોડધામ મચી જવા પામી છે. બિલ્ડરો દ્વારા જીઆઈડીસી વિસ્તારના ગામડાઓમાંં ખેડુતોની જમીન ખરીદી કરી એન.એ. કરાવી નકશા કરતાં વિપરીત બાંંધકામો કરી રહેણાંક મકાનો જેની ગુણવત્તા જળવાઈ ન હોય તેવા મકાનો ગ્રાહકોને પધરાવી દેવામાં આવતાં હોય છે. આવા મોતના તાબુત ઉભા કરી લોકોના જીવ જોખમમાં મુકતા હોય તેવા બિલ્ડરો સામે તપાસ કાર્યવાહી પણ જરૂરી બની છે.