શહેરા પોલીસ મથકે ઈદ મિલાદને લઈ ના.પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં શાંંતિ સમિતિની મીટીંંગ યોજાઈ

શહેરા,
શહેરા પોલીસ સ્ટેશન ખાતે ઈદે મિલાદના તહેવારને લઈને નાયબ પોલીસ અધિક્ષક એન.વી.પટેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપુતની અધ્યક્ષતામાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.

પંચમહાલ જીલ્લામાં સોમવારના રોજ મુસ્લિમ સમાજનો ઈદે મિલાદનો તહેવાર હોય અને આ પર્વ શાંતિમય વાતાવરણમાં ઉજવાય જેને લઈને શહેરા પોલીસ મથકે ડીવાયએસપી એન.વી.પટેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપુતની અધ્યક્ષતામાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ઈદે મિલાદના તહેવારને લઈને મુસ્લિમ સમાજ દ્વારા આયોજીત જુલુસ શાંતિમય વાતાવરણમાં નીકળે અને તહેવાર દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સામાજીક આગેવાનો સાથે ખાસ ચર્ચા કરાઇ હતી. નગરના હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ યુવાનો હાજર રહ્યા રહ્યા હતા.