દે.બારીઆ તાલુકાના દેવી રામપુરા ગામે સ્મશાન ખાતે નનામિ લઈ જતા ડાઘુઓને કોતરના ધસમસતા પાણીમાંથી પસાર થવા મજબુર બન્યા હતા. આંતરિયાળ વિસ્તારના અનેક ગામોમાં સ્મશાનમાં જવાનો રસ્તો નથી. જેથી તંત્ર વહેલી તકે ગ્રામનોને સ્મશાન ખાતે જવા રસ્તાની પ્રાથમિક સુવિધા આપે તેવી માંગ ઉઠવા પામી છે.
દેવી રામપુર ગામે સ્મશાનમાં જવા માટે ડાઘુઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગત એક વૃદ્ધાનુ મોત થતાં ગ્રામજનો દ્વારા સ્મશાન યાત્રા કાઢી હતી જેમાં સ્મશાને પહોંચવા માટે આ સ્મશાન યાત્રા ગામની નજીકમાંથી પસાર થતાં એક કોતરમાંથી પસાર થઈ સ્મશાન પહોંચવાનો એકમાત્ર વિકલ્પ હોય તેમ ડાઘુઓ આ સ્મશાન યાત્રા કોતરમાના ધસમસતા પાણીના પ્રવાહનમાંથી લઈ સ્મશાને જવાની ફરજ પડી હતી.
આ ધસમસતા પાણીમાં જીવના જોખમે સ્મશાનયાત્રા લઈ જતા ડાઘુઓ કયારેક આ કોતરમાંથી કેડસમાં પાણીમાંથી પણ જવુ પડે છે. આ કોતરમાં ડુંગર વિસ્તારમાંથી વરસાદી પાણીનો પ્રવાહ આવતો હોય ડાઘુઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આંતરિયાળ વિસ્તારના ગામોમાં સ્માશને પહોંચવામાં લોકોને અનેક મુશ્કેલી પડે છે. તંત્ર દ્વારા વહેલી તકે રસ્તાની સુવિધા આપવા કાર્યવાહી હાથ ધરે તે જરૂરી છે.