- ગણેશ વિસર્જન રૂટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
- વિસર્જન રૂટ ઉપર 3077 પોલીસ અધિકારી અને કર્મચારી તૈનાત કરાશે
ગોધરા શહેરમાં આજે પાંચ દિવસ સુધી ભગવાન શ્રીજીએ ભકતોનુ આતિથ્ય માણ્યા બાદ છઠ્ઠા દિવસે ગણેશ વિસર્જન યોજાનાર છે. ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન વિસર્જન રૂટ ઉપર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ગોધરા શહેરમાં ગણેશ ભકતો ગણેશ મહોત્સવમાં શ્રીજીની પ્રતિમા સ્થાપિત કરી પાંચ દિવસ સુધી ભક્તિ ભાવ સાથે પુજા-અર્ચના કરતા હોય છે. પાંચ દિવસ ભકતોનુ આતિથ્ય માણવા આવેલ શ્રીજીની આગતાસ્વાગતામાં કોઈ કત્રાન ન બહી જાય તેનુ ભકતો ખાસ ઘ્યાન રાખે છે. ગોધરા નગરમાં વર્ષોની પરંપરા મુજબ ગણેશ પંડાલમાં સ્થાપિત કરાયેલ શ્રીજીની પ્રતિમાનુ ભક્તિભાવ સાથે આતિથ્ય સત્કાર કર્યા બાદ છઠ્ઠા દિવસે ગણેશ વિસર્જન યાત્રા યોજાય છે.
ગણેશ વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ મંડળો જોડાતા હોય છે. જેને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગણેશ વિસર્જન રૂટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે. ગણેશ વિસર્જન રૂટ ઉપર ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વીડિયોગ્રાફી, ધાબા પોઈન્ટ મુકીને વિસર્જન યાત્રા સુચારૂ રૂપે પુર્ણ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે.
ગણેશ વિસર્જન યાત્રાને લઈ ગોઠવવામાં આવેલ પોલીસ બંદોબસ્ત…
પોલીસ અધિક્ષક – 3
ડી.વાય.એસ.પી. – 12
પી.આઈ.- 43
પી.એસ.આઈ.- 96
હેડ કોન્સ્ટેબલ / કોન્સ્ટેબલ – 1211
મહિલા કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ – 241
હોમગાર્ડ – 1096
એસ.આર.પી.ની 5 કંપની મળી કુલ 3077 જેટલા પોલીસ કર્મચારીઓ ગોઠવવામાં આવ્યા છે.