ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે પાણીની ટાંકી પાસે વર્ષો જુનુ ગામતળનુ તળાવ આવેલ છે. પંચાયત તેમજ સરકાર દ્વારા ગામતળના તળાવની જાળવણી ન કરાતા ગામતળના તળાવમાં ભુમાફિયાઓ દ્વારા તળાવમાં ગેરકાયદેસર ડમ્પિંગ યાર્ડ શેડ તોડી પાડી દબાણ કરવામાં આવ્યુ હતુ. વર્ષો જુનુ ગામતળનુ તળાવનુ પુરાણ કરી જમીન પચાવી પાડી તેનુ વેચાણ કરી કરોડો રૂપિયા કમાવવાની કોશિષ કરવામાં આવી હતી.
જેના પગલે ફતેપુરાના ગ્રામજનો દ્વારા તળાવમાં ગેરકાયદે કરવામાં આવેલ દબાણ ખુલ્લુ કરી તળાવની તવેસરથી માપણી કરી તળાવમાં બ્યુટિફિકેશન હાથ ધરી લોકો હરી ફરી શકે તેવા તળાવનુ નિર્માણ કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રીથી લઈ દાહોદ કલેકટર તેમજ દાહોદ સાંસદને લોકો દ્વારા રજુઆત કરવામાં આવી છે. તેમ છતાં આ તળાવની જાળવણી કે નવીનીકરણની કામગીરી આજદિન સુધી હાથ ધરવામાં આવી હતી. જેને લઈને લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.તળાવની જાળવણી ન કરાતા તળાવમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. જવાબદાર તંત્ર તેમજ સરકાર દ્વારા આ તળાવને ખુલ્લુ કરી લોકોને હરી ફરી શકે તેવુ તળાવનુ નિર્માણ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ફતેપુરાના ગ્રામજનો કરી રહ્યા છે.