આગામી તહેવારોને ઘ્યાનમાં લઈ દાહોદના ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ડેરી પ્રોડકટ્સના વેપારીઓના ત્યાં ચેકિંગ હાથ ધરી કુલ 30 જેટલા સેમ્પલો લઈ પૃથ્થકરણ માટે મોકલી આપ્યા છે.
ગણેશ મહોત્સવ અને બાદમાં નવરાત્રિ, દિવાળી વગેરે તહેવારોને ઘ્યાનમાં રાખી ગુજરાત રાજય આરોગ્ય વિભાગ દ્વારા ખાઘ ચીજોના વેપારીઓના ત્યાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યુ હતુ. ત્યારે દાહોદ જિલ્લામાં પણ આરોગ્ય વિભાગે આગામી તહેવારોને ઘ્યાનમાં લઈ વેપારીઓ સામે લાલ આંખ કરી છે. જેમાં શહેરના ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી પીંકજ નગરાવાલા તેમજ તેમની ટીમ દ્વારા ખાસ કરીને દુધ પ્રોડકટ્સનુ વેચાણ કરતા કુલ 30 વેપારીઓના ત્યાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યુ હતુ. જે વેપારીઓના ત્યાંથી દુધના પ્રોડકટ્સના નમુનાઓ લઈ પૃથ્થકરણ માટે મોકલાયા હતા. આ નમુનાઓમાં જો કોઈ ક્ષતિ જણાશે તો વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરાશે તેવુ જાણવા મળ્યુ હતુ.