લુણાવાડા પાલિકા દ્વારા એન.એસ.ટોકીઝનુ બાંધકામ અટકાવાયુ

મહિસાગર જિલ્લાનુ મુખ્ય મથક લુણાવાડામાં નિયમ વિરુદ્ધ ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટી નીકળ્યો છે. શહેરમાં મોટાભાગની બિલ્ડિંગોમાં બી.યુ.પરમીશન નથી તેમજ 99 ટકા બિલ્ડિંગો નિયમ પ્રમાણે પાર્કિંગની વ્યવસ્થા નથી જેથે લઈ શહેરમાં ઠેર ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે. તેવામાં નગરપાલિકા વિસ્તારમાં દરકોલી દરવાજા પાસે એન.એસ.ટોકીઝના બાંધકામમાં રજાપાસમાં મંજુર થયેલ નકશા મુજબ બેઈઝમેન્ટમાં પાર્કિંગની વ્યવસ્થા કરવાની હોય એની જગ્યાએ બેઈઝમેન્ટ કર્યા સિવાય ગ્રાઉન્ડ ફ્લોરથથી બાંધકામ કરેલ તેમજ સદર પ્લોટની ઉત્તરે જુની દુકાનોને ઉતારીને નવીન બાંધકામ કરી રહ્યા છે જેને લઈ લુણાવાડા નગરપાલિકા દ્વારા શબ્બીરભાઈ કુતુબભાઈ બોરીયાવાલા, મુર્તજા કુતુબભાઈ બોરીયાવાલા, અને મુનીરા કુતુબભાઈ બોરીયાવાલા જે એન.એસ.ટોકીઝનુ બિલ્ડિંગ બનાવે છે. જેમને ત્રીજી છેલ્લી નોટિસ આપ્યા પછી પણ કામ ચાલુ રાખતા નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા રૂબરૂ સ્થળ પર જઈ સાક્ષીઓની રૂબરૂમાં રોજકામ કરી કામ અટકાવવામાં આવ્યુ હતુ. ત્યારે આગામી દિવસોમાં નગરપાલિકા શુ પયલા લેશે એ જોવાનુ રહ્યુ.