દે.બારીઆ તાલુકાના કેળકુવા ગામે સંગોડ ફળિયામાં રહેતા અને ખેતીકામ કરી પોતાનુ ગુજરાન ચલાવતા મહેશ લલા રાઠવાના ધરઆંગણે બાંધેલા બે બળદ ઉપર વરસતા વરસાદમાં કડાકા ભડાકા સાથે વીજળી ત્રાટકી હતી. ધોધમાર વરસતા વરસાદમાં વીજળી પડતા ગણતરીની મિનીટોમાં બંને બળદોનુ પ્રાણ પખેરૂ ઉડી ગયુ હતુ. ખેડુતોની આજીવિકા ગણી શકાય તેવી પરિવારની રોજીરોટીમાં બળદ વગર કોઈપણ કામગીરી નાના ખેડુતો કરી શકતા નથી. ધણા ખેડુતો ટ્રેકટર જેવા યાંત્રિક સાધનનો ખેતીવાડીમાં ઉપયોગ કરતા હોય છે પરંતુ નાના ગરીબ ખેડુતો બળદ વડે ખેતીકામ કરતા હોય છે. વીજળી ત્રાટકી હોવાની વાત ગામમાં વાયુવેગે ફેલાતા ગામલોકો ધટના સ્થળે દોડી આવ્યા હતા. કેળકુવા ગામે વીજળી ત્રાટકી હોવાની જાણ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને થતાં તરત જ સ્થળ પર પહોંચી જરૂરી કાગળો કરી મળવાપાત્ર સહાય માટે દે.બારીઆ તાલુકા વિકાસ અધિકારી અને પી.એમ.માટે મોકલી આપ્યા હતા.