વી.એમ.શાહ પ્રાથમિક શાળા અને એમ.એમ.શાહ સેક્ધડરી સ્કુલ કાંકણપુર મુકામે શિક્ષક દિન ઉજવાયો

તાજેતરમાં જ 5 સપ્ટેમ્બર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે વી.એમ. શાહ પ્રાથમિક શાળા અને એમ.એમ શાહ સેક્ધડરી સ્કુલ કાંકણપુર મુકામે ધોરણ 5 થી 10ના બાળકો દ્વારા ઉત્સુકતાપૂર્વક શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. બાળકો દ્વારા કેમ્પસ ડાયરેક્ટર આચાર્ય શિક્ષક ક્લાર્ક તેમજ સેવક ભાઈઓના કિરદારમાં પોતાની યોગ્યતા પ્રમાણે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. દરેક બાળકોને શાળાના ટ્રસ્ટી દ્વારા પ્રોત્સાહન પારિતોષિક તેમજ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ધોરણ 5 થી 8 તેમજ ધોરણ 9 અને 10 ના બાળકો પૈકી 1 થી 3 નંબર આપી શાળાના શિક્ષકગણ અને આચાર્ય દ્વારા તેમને બહુમાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એકથી ત્રણ ક્રમાંક મેળવનારા વિદ્યાર્થીઓ સર્વ પરમાર અંકિતા ધોરણ-6, ચૌધરી ખુશ્બુ ધોરણ-8, દિવાણી વંશી ધોરણ-7, પરમાર માર્ગી ધોરણ-10, લુહરિયા વિશાખા ધોરણ-9, વણઝારા કલ્પરાજ ધોરણ-10 નો સમાવેશ થાય છે.