ઘોઘંબા નગરમાં રહેતા બેલદાર સમાજના સંતો, દોઢ સો થી વધુ યુવાનો તથા મહિલાઓ બાવન ગજની ધજા સાથે 730 કિલોમીટર સુધી પદયાત્રા કરી રાજસ્થાનમાં આવેલ સુપ્રસિદ્ધ રણુજા ધામે આવેલ રામદેવપીરના મંદિરે ધજા અર્પણ કરશે.
ઘોઘંબા નગરના રામદેવપીરના ભક્તોએ આજરોજ રામદેવ મહારાજને અર્પણ થનારી 52 ગજની ધજાની શોભાયાત્રા કાઢી હતી. ઘોઘંબામાં રહેતા બેલદાર સમાજ દ્વારા છેલ્લા 30 વર્ષથી દર વર્ષે રાજસ્થાનમાં આવેલ રામદેવરા સુધી ખભા ઉપર મહાકાય ધજા લઈ પદયાત્રાએ નીકળે છે. આજથી 30વર્ષ પહેલા બેલદાર સમાજના વડીલોએ રામદેવ પદયાત્રાની શરૂઆત કરી હતી. જે પ્રથા આજે પણ યુવાનોએ જાળવી રાખી છે. ઘોઘંબા નગરમાં નીકળેલી ધજાની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામદેવપીરના ભક્તો જોડાયા હતા. શોભાયાત્રામાં હાજરી આપનાર રામદેવના સંત ભગતને આરતી દરમિયાન રામદેવની હાજરી આવતા જય બાબારી…જય રામદેવ પીર…ના જયકાર થી વાતવરણ ગુંજી ઉઠયું હતું