GTU ખાતે ABVP એ વિરોધ નોંધાવ્યો: માંગો પૂર્ણ ન થતાં યુનિવર્સિટીમાં ઉગ્ર આંદોલન.

આજરોજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જી.ટી.યુ) ખાતે વિદ્યાર્થીઓના પ્રશ્ર્નોને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કર્ણાવતી મહાનગર દ્વારા ઉગ્ર સ્વરૂપ માં આંદોલન કરવામાં આવ્યું. આ પહેલા 30 ઓગસ્ટ 2024 ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કર્ણાવતી મહાનગર ના પ્રતિનિધિ મંડળ દ્વારા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ના રજીસ્ટ્રાર ને આવેદનપત્ર આપી શાંતિપૂર્ણ રીતે કેટલીક માંગો સાથે રજૂઆત કરેલ હતી. (માંગની યાદી અંતમાં દર્શાવેલ છે.) પરંતુ આવેદન મા વ્યક્ત કરેલ વિધાર્થી હિતની માંગો પર આજ દિન સુધી કોઈ કાર્યવાહી યુનિવર્સિટી દ્વારા કરવામાં ન આવતા. વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી વહીવટી ભવન ખાતે ઉગ્ર આંદોલન સ્વરૂપે રજૂઆત કરવામાં આવી.

આ આદોલનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિતિ રહ્યા હતા, જેના પરિણામ સ્વરૂપ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરી જવાબ માંગવામાં આવ્યો ત્યારે કુલપતિ દ્ધારા બાંહેધરી આપવામાં આવી છે કે, વિધાર્થી પરિષદ દ્વારા ધ્યાન માં મુકેલ તમામ વિષયનું નિરાકરણ 15 દિવસમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા કરવામાં આવશે.

અગાઉ વિધાર્થી પરિષદ દ્વારા કરવામાં આવેલી માંગો …

  1. આગળના સેમેસ્ટરનું રીઝલ્ટ 2 મહિનાથી આવી જાય પછી પણ હાર્ડ કોપી માર્કશીટ મળતી નથી જેથી વહેલી તકે માર્કશીટ વિધાર્થીને મળે.
  2. એકેડેમિક કેલેન્ડર સમય કરતા લેટ આવે છે, તો તે સમયસર આવે.
  3. રી-એસેસમેન્ટમાં પાસ થયા હોવા છતાં પૈસા પાછા મળતા નથી, તો અત્યાર સુધીમાં જે પણ વિદ્યાર્થીઓને પાસ હોવા છતાં પૈસા નથી મળ્યા તે તમામ વિદ્યાર્થીઓને પૈસા પાછા આપવામાં આવે.
  4. પી.આર.સી. ફીના નામે દર વર્ષે રૂા.300 લેવાય છે, તે ફી ત્વરિત ધોરણે લેવાની બંધ કરવી.
  5. એન.સી.સી જનરલ ક્રેડિટ કોર્સ નું પરિણામ હજી સુધી પ્રાપ્ત થયું નથી. જે ત્વરિત ધોરણે જાહેર કરવામાં આવે.
  6. એન.સી.સી જનરલ ઇલેક્ટીવ ક્રેડિટ કોર્સ વિષય તરીકે ઘણી કોલેજમાં ઓફર થતો નથી, તો તે વિશે ઓફર કરવામાં આવે.
  7. સ્નાતક કક્ષાના કોર્સમાં હાલ યુનિવર્સિટીમાં 4 વર્ષ સાથે વધુ 2 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવે છે પરંતુ એન.ઈ.પી મુજબ ત્રણ વર્ષનું એક્સટેન્શન આપવું જોઈએ. જેથી એક વર્ષ એક્સટેન્શન વધારવામાં આવે.