કાંકણપુર આર્ટસ અને કોમર્સ કોલેજમાં પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન દ્વારા સેમિનાર યોજાયો

શ્રી જે.એલ.કે. કોટેચા આર્ટસ એન્ડ એસ.એચ ગાર્ડી કોમર્સ કોલેજ, કાંકણપુરમાં પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન દ્વારા સેમિનાર કરવામાં આવ્યો. IBM સ્કિલબિલ્ડએ એક મફત શિક્ષણ કાર્યક્રમ છે, જે પુખ્ત વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મૂલ્યવાન નવી કુશળતા વિકસાવવામાં અને કારકિર્દીની તકો મેળવવામાં મદદ કરે છે. આ પ્રોગ્રામમાં ભાગીદારોના વૈશ્વિક નેટવર્ક સાથે મળીને વિતરિત વૈવિધ્યપૂર્ણ વ્યવહારૂ શિક્ષણના અનુભવો દ્વારા પૂરક ઓનલાઈન પ્લેટફોર્મનો સમાવેશ થાય છે.

આ સેમિનાર માં જે.એલ.કે. કોટેચા આર્ટસ એન્ડ એસ.એચ.ગાર્ડી કોમર્સ કોલેજ, કાંકણપુરના આચાર્યડો. જે.પી. પટેલ અને પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન પંચમહાલ માંથી ડિસ્ટ્રીક હેડ જમીલા શેખ હાજર રહ્યા હતા અને વિધાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરૂં પાડ્યું હતું. સેમિનારમાં વિધાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), જોબ એપ્લિકેશન એસેન્શિયલ્સ અને માહિતી ટેકનોલોજી મૂળભૂત જેવા કોર્સ કરાવવામાં આવ્યા હતા. આ વર્કશોપમાં 150 થી વધારે વિધાર્થીઓએ ભાગ લીધો હતો અને ઇ લર્નિંગ સર્ટિફિકેટ મેળવ્યા. આ વર્કશોપનું આયોજન ડો. એમ.સી. રાઠવા અને વિનોદ ગરાસિયા અને ઇમરાનખાન પઠાણ, જશવંત ડામોર દ્વારા કરવામાં આવ્યું હતું.