લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ખાતે “ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી ” વિષય પર પ્રદર્શન યોજાયું

દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ક્લસ્ટર કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ વિષય પર દાંતિયા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં ક્લસ્ટરમાં સમાવિષ્ટ દરેક પેટા શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

દરેક શાળાઓ દ્વારા “ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” થીમ અંતર્ગત વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અંતે પ્રમાણપત્ર વિતરણ કરી વિદ્યાર્થીઓને સન્માન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.