” પોષણ માસ ” અંતર્ગત ગરબાડા ઘટક જાંબુવા – 2 સેજામાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં સગર્ભા, ધાત્રી માતાઓ અને કિશોરીઓને પણ પોષણ યુકત આહારની સમજ આપવામાં આવી હતી. ટી. એચ. આર. માંથી બનતી અનેકવિધ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યુ હતું.
ધાત્રી માતાઓને પોતાના બાળકને છ મહિના સુધી સતત ફક્ત માતાનું જ ધાવણ આપવું તેમજ છ મહિના પૂર્ણ થયાં બાદ ઉપરી આહારની શરૂઆત કરવા જેવી મહત્વની બાબતો વિશે માહિતી આપવામાં આવી હતી.
જીલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ આઈસીડીએસ વિભાગ દ્વારા સમગ્ર દાહોદ જીલ્લામાં પોષણયુક્ત આહારથી બાળકો, કિશોરીઓ અને મહિલાઓ તંદુરસ્ત અને સુપોષિત રહે તે માટે વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે.