‘હાજીર હો’ કાર્યક્રમના માઘ્યમથી લોક અદાલતના લાભો ધેર બેઠા જાણી શકાશે

  • તારીખ 11 થી 13 સપ્ટેમ્બર દરમ્યાન ડી.ડી.ગીરનાર ચેનલ અને યુ ટયુબ માધ્યમથી પ્રસારણ કરાશે.
  • પ્રસારણને નિહાળવા માટે મહીસાગર જીલ્લાની જાહેર જનતાને જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, લુણાવાડા ઘ્વારા અપીલ કરાઈ.

આગામી તા.14/09/20ર4 ના રોજ મહીસાગર જીલ્લામાં તથા ગુજરાત રાજય સહિત સમગ્ર દેશનો અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાનાર છે. જેમાં વિવિધ સમાધાનલાયક કેસોનો લોક અદાલતના માઘ્યમથી નિકાલ થાય અને લોક અદાલતના ફાયદાઓ જાણી મહત્તમ લોકો આવી લોક અદાલતનો લાભ લઈ શકે તે ઉમદા હેતુથી લોક અદાલતના પ્રચાર -પ્રસાર માટે આગામી તા.11/09/2024 ના રોજ બપોરે 2:30 કલાકે તા.12/09/2024 ના રોજ સાંજે 6-00 કલાકે તેમજ 13/09/2024 ના રોજ સવારે 9-30 કલાકે આમ સતત ત્રણ દિવસ ડી.ડી.ગીરનાર ચેનલ અને યુટયુબ એપ્લીકેશનના માઘ્યમથી રાજયની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટીસ સુનિતા અગ્રવાલજીના વિશેષ સંદેશ સાથે વરિષ્ઠ ન્યાયમૂર્તિ જસ્ટીન બિરેન એ.વૈષ્ણવ ઘ્વારા લોક અદાલત બાબતે વિશેષ ચર્ચા સહ માર્ગદર્શન કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે.

આ પ્રસારણને નિહાળવા માટે મહીસાગર જીલ્લાની જાહેર જનતાને જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ,લુણાવાડા ઘ્વારા અપીલ કરવામાં આવે છે. તેમ મહીસાગર જીલ્લાના કાનુની સેવા સત્તા મંડળના ફુલ ટાઈમ સેક્રેટરી ઘ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.