જુનાગઢના બીલખા રોડ પર રહેતી એક સગીરા ૨ ઓગષ્ટ ૨૦૨૩ની રાત્રીના ૯-૧૦ કલાકે ઘરેથી નીકળી ગઈ હતી.
આ સગીરાના સગા બનેવીએ લલચાવી ફોસલાવી અપહરણ કરી તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેની માતાને જાણ થતા સી ડીવીઝન પોલીસમાં ફરીયાદ પોતાના જમાઈ વિરૂધ નોંધાવતા તેના જમાઈ સાગર ખેરાજ વાઘેલાની પોલીસે ધરપકડ કરી લીધેલ.
જો કે જુનાગઢ સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતા ન્યાયધીશે બન્ને પક્ષોની દલીલો પુરાવાઓ યાને લઈ આરોપી સાગર વાઘેલાને ૨૦ વર્ષની કેદ અને સાથે ૧૦૦૦ દંડ ઉપરાંત સગીરાને રૂા.૩ લાખનું વળતર ચુકવવા પણ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ન્યાયધીશે ફોજદારી વિધી શાના ત્રણ નિયમોની ચર્ચા સંભળાવી હતી.