બ્રેસ્ટ કેન્સર સામે હાર નથી માની રહી હિના ખાન, બીમારીમાં પણ જિમમાં પાડી રહી છે પરસેવો

ટીવી એક્ટ્રેસ હિના ખાન અત્યારે બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે. અભિનેત્રીને ત્રીજા સ્ટેજનું કેન્સર હોવાનું નિદાન થયું છે જેના માટે તે હવે સારવાર હેઠળ છે. હિનાની આ હાલત જોઈને ફેન્સની સાથે ટીવીના ઘણા સેલેબ્સનું દિલ તૂટી જાય છે પરંતુ તેઓ હંમેશા એક્ટ્રેસને પ્રોત્સાહિત કરે છે. હાલમાં જ હિનાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે હેવી વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે.એટલું જ નહીં, કેન્સર સામે ઝઝૂમી રહેલી હિનાનો આ વીડિયો ઈન્ટરનેટ પર જંગલની આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.

બ્રેસ્ટ કેન્સર પીડિત હિના ખાને ઇન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ સાથે તેના વર્કઆઉટનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે બીમાર હોવા છતાં ડમ્બેલ્સ ઉપાડી રહી છે, ક્સરત કરી રહી છે અને જિમમાં ભારે વસ્તુઓ ઉપાડી રહી છે. હિના દરેક ક્સરત ખૂબ જ જોશ અને સ્વસ્થ થવાની ઈચ્છા સાથે કરી રહી છે. આ જોઈને ફેન્સ અને ફ્રેન્ડ્સ હિનાના વખાણ કરતા થાક્તા નથી. ’યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ સિરિયલમાં હિનાની કો-સ્ટાર લતા સબરવાલે પોસ્ટ પર લખ્યું, ’પ્રાઉડ ઑફ યુ’.