ઉત્તર-મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્રના પણ અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે. પૂર્વ ગુજરાત અને મય પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા જણાઈ રહી છે. મોન્સુન ટ્રફના કારણે ગુજરાતમાં વરસાદની આગાહી છે. દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની શક્યતા છે.
આઇએમડી પ્રમાણે, મોન્સુન ટ્રફના કારણે આગામી દિવસોમાં ગુજરાતનાં કેટલા ભાગોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા અનેક જીલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જીલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૯૫૨ મીમી વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર, મય અને દક્ષિણ ગુજરાતમાં ૨૮ ટકા વધુ વરસાદ નોંધાયો હતો. તેમજ ચોમાસાની ૠતુનાં કારણે ગુજરાતનાં વિવિધ જીલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડે છે. છેલ્લા ૨૪ કલાકમાં ભરૂચમાં ૮૯ મીમી વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મોનસુન ટ્રફની અસર ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓ પર વર્તાશે અને ત્યાં ભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં ખૂબ જ હળવો છુટા છવાયો વરસાદ વરસી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ ૧૨૨ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૮૩ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૨૯ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૨૪ ટકા, પૂર્વ-મય ગુજરાત ઝોનમાં ૧૧૮ ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં ૧૦૬ ટકા વરસાદ નોંધાયો છે.