વિરપુરમાં તદ્દન ખરાબ રસ્તાની સમસ્યાને લઈ નવીન બનાવવા માટે ત્રણ રસ્તા વર્ષ કરતા વધુ સમયથી રાહ જોતા લોકોની ધીરજ ખુટતા રસ્તા પર વાહનો ખડકી ચકકાજામ કરવામાં આવ્યો હતોે. પોલીસ આવતા સમજાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.
વિરપુર બસ સ્ટેશનમાંથી સીએચસી જવાના મુખ્યમાર્ગમાં મસમોટા ખાડાઓએ સામ્રાજય જમાવ્યુ છે. આ માર્ગ જિલ્લાને જોડતો માર્ગ હોવાથી અસંખ્ય પ્રાઈવેટ અને સરકારી વાહનો પણ આ માર્ગથી પસાર થાય છે. તેમ છતાં આ રોડ ઉપર કોઈ સુધારો દેખાઈ રહ્યો નથી. છેલ્લા ત્રણ વર્ષ કરતા વધુ સમયથી આ રોડની હાલત બિસ્માર બની છે. ચોમાસાની સીઝનમાં નીકળવુ દુર્લભ બન્યુ છે. રાજકિય નેતાઓ દ્વારા થઈ જશે ના ખોટા અને પોકળ વચનો સાંભળી લોકો થાકી કંટાળીને પોતાના વાહનો રસ્તા પર મુકી વિરોધ નોંધાવ્યો હતો.
જેને લઈ રસ્તા પર લાંબી કતારોમાં વાહનો જોવા મળ્યા હતા. અને ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાતા વિરપુર પોલીસ ધટના સ્થળે આવી પહોંચી હતી. અને રસ્તો નવો બનાવવાની માંગને લઈ રસ્તા વચ્ચે ખડકેલા વાહન ચાલકોને સમજાવી વાહનો હટાવી ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો. જયારે રોજીંદી અવર જવરના વાહનચાલકો દ્વારા વહેલી તકે રસ્તાનુ કામ કરવામાં નહિ આવે તો આગામી સમયમાં રસ્તા રોકો જેવા આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.