- વહીવટી તંત્ર ઘર આંગણે જઈ ગ્રામજનોના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા પ્રયત્નશીલ.
સંવેદનશીલ પારદર્શક ગુજરાત સરકાર દ્રારા લોકોના સામુહિક પ્રશ્ર્નોના નિકાલ માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગ્રામજનોને કચેરી સુધી આવવુ ન પડે તે માટે જીલ્લા કલેકટર નેહા કુમારી અધ્યક્ષસ્થાને દરેક તાલુકાઓમાં રાત્રી સભા યોજાશે.
જે અંતર્ગત મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના ઢોલખાખરા ગામ ખાતે તા. 12/09/2024, વીરપુર તાલુકાના કોયલા ગામ ખાતે તા. 19/09/2024, સંતરામપુર તાલુકાના ખેડાપા ગામ ખાતે તા.26/09/2024, કડાણા તાલુકાના કરવાઈ ગામ ખાતે તા.03/10/2024 અને બાલાસિનોર તાલુકાના આલેલા ગામ ખાતે તા.10/10/2024 નાં રોજ સાંજે 06.00 કલાકે કલેકટરના અધ્યક્ષ સ્થાને ગ્રામ સભા યોજાશે.